બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / આવી ગઇ મલ્હાર અને પૂજાની ફાઇનલ લગ્ન તારીખ, જાણો ક્યારે બંધાશે બંધનમાં, શેર કર્યો આ Video

MaJaની વેડિંગ / આવી ગઇ મલ્હાર અને પૂજાની ફાઇનલ લગ્ન તારીખ, જાણો ક્યારે બંધાશે બંધનમાં, શેર કર્યો આ Video

Last Updated: 11:18 AM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ઓફિશિયલી તેમના લગ્ન તારીખની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને બંને એ પહેલી મુલાકતથી લઈને લગ્ન સુધીની સફરની ઝલક બતાવી છે.

#MaJa.. અત્યારે આ હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે અને તેની પાછળનું કારણ કે ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી. છેલ્લા થોડા દિવસથી એ ચર્ચા ચાલી રહી છે કે મલ્હાર અને પૂજા બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બધાશે પણ ક્યારે લગ્ન કરશે એ તારીખની લગભગ ચાહકો રાહ જોઈ રહ્યા હતા.

હવે ફાઇનલી મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશીએ ઓફિશિયલી તેમના લગ્ન તારીખની જાહેરાત કરી દીધી છે. એમને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં એમની પહેલી મુલાકતથી લઈને લગ્ન સુધીની સફરની ઝલક પણ બતાવી છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોમેન્ટ કરીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

PROMOTIONAL 12

26 નવેમ્બર, 2024 આ દિવસે મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે. વિડીયોની શરૂઆત #MaJaNiWedding હેશટેગ સાથે થઈ છે અને વિડીયોના અંતમાં લગ્નની તારીખ વિશે જણાવ્યું છે. સાથે જ એમની લવસ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ તેની ઝલક અલગ અંદાજમાં બતાવી છે. ફિલ્મના સેટ પરની એ મુલાકાત કોફી ડેટ સુધી પહોંચી, ધીરે ધીરે પ્રેમમાં પડ્યા બાદ હવે બંને 26 નવેમ્બરના લગ્ન કરવા જઈ રહ્યા છે.

આ વિડીયો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'હરખ ની હેલી અને વ્હાલનું વાવાઝોડું. બન્ને ના પરિવારે ભેગા થઈ ને અમને ‘’*Save the Date*’’ નો વિડિયો બનાવવાનું કહેલ છે. આ છે એની પ્રસ્તુતિ , આશીર્વાદ ની અપેક્ષા.#MaJa'

વધુ વાંચો: મલ્હાર અને પૂજાની લગ્નની ઘડીઓ નજીક, અતુલ પુરોહિત સાથે જૂની યાદો તાજો કરતો વીડિયો વાયરલ

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે. એટલે થોડા દિવસ પહેલા બંનેના રિલેશનશિપને કન્ફર્મ કરતાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં અભિનેત્રી પૂજા જોશીએ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, "તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવીએ છીએ. રીલથી રિયલ સુધી.. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ!"

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Malhar Thakar Wedding MaJa Ni Wedding Puja Joshi Malhar Thakar Wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ