બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / gujarat women police romeo squad alert on this navratri

રોમિયો ચેતી જજો / પોલીસનું આ વખતે નવું રૂપ: સીધા રહેજો નહીંતર નવરાત્રી જેલરાત્રી બની જશે

Dharmishtha

Last Updated: 08:32 PM, 28 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષામાં તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનની 'She' ટીમ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચની 'રક્ષક' ટીમ સતત ખડેપગે રહેશે. શહેરનો એવો કોઈ વિસ્તાર નહીં હોય જ્યાં 'રક્ષક' કે 'She' ટીમ નહીં હોય. જો રોમિયો આ વખતે સીધા રહેજો નહીંતર નવરાત્રી જેલરાત્રી બની શકે છે.

  • મહિલાઓની છેડતી કરનારને પકડવા રક્ષક ટીમ મેદાનમાં
  • શહેરના દરેક ખૂણે મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ટીમ
  • આ વખતે પહેલીવાર 'She' ટીમ પણ નવરાત્રીમાં કાર્યરત

અભયમ્ અને મહિલા પોલીસ આખી રાત ખડે પગે હશે

જો કોઇ યુવતી પર કમેન્ટ કરી, અશ્લીલ હરકત કરી કે પીછો કર્યો તો તમારી નવરાત્રી જેલરાત્રીમાં બદલાઇ જશે. શહેરના સ્થાનિક પોલીસ સ્ટેશનની 48 જેટલી 'She' ટીમ જ્યારે મહિલા ક્રાઇમ બ્રાન્ચની 14 'રક્ષક' ટીમ આખી રાત પેટ્રોલિંગ કરશે. આ ટીમમાં મહિલા પોલીસ ચણીયાચોળી અને સિવિલ ડ્રેસમાં સજ્જ રહેશે. જે મહિલાઓની છેડતી કરનારા રોમિયો પર ચાંપતી નજર રાખશે. મહિલા હેલ્પલાઇન 181 અભયમ્ પણ આખી રાત મદદ માટે સતત કાર્યરત રહેશે. દર વર્ષે મહિલા ક્રાઇમ બ્રાન્ચની એન્ટી રોમિયો સ્ક્વોર્ડ કાર્યરત હોય છે. જેને બદલે આ વખતે રક્ષક ટીમ કાર્યરત રહેશે.

નજીક રહેલી પોલીસની ટીમ 8 મિનિટમાં ઘટના સ્થળે પહોચીં જશે

મહિલા હેલ્પલાઇન અભયમ્ 181, રક્ષક ટીમ, 'She' ટીમ, PCR વાન,સ્થાનિક પોલીસ સ્ટેશન તથા કન્ટ્રોલ રુમ સતત સંપર્કમાં રહેશે. જેથી મુસીબતમાં ફસાયેલી મહિલાની મદદમાં નજીક રહેલી પોલીસની ટીમ ઝડપથી પહોંચી જશે.

ચણીયાચોળીમાં સજ્જ હશે મહિલા પોલીસ 

છેલ્લા કેટલાક મહિનાથી શહેર પોલીસ કમિશનર એ. કે સિંઘના સૂચનથી મહિલાઓની સુરક્ષા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં 'She' ટીમ કાર્યરત થઇ છે. આ 'She' ટીમ પહેલીવાર નવરાત્રીમાં જે તે પોલીસ સ્ટેશનની હદમાં કાર્યરત રહેશે. 1 'she' ટીમ 1 PSI, 4 મહિલા પોલીસ અને 2 પુરુષકર્મી એમ મળીને 7 લોકો રહેશે. જ્યારે 'રક્ષક' ટીમમાં 1 ASI, 5 મહિલા પોલીસકર્મી અને 5 પુરૂષકર્મી મળીને 1 ટીમમાં 11 લોકો રહેશે. આ બન્ને ટીમની મહિલા પોલીસકર્મી ચણિયાચોળી અને સિવિલ ડ્રેસમાં રહેશે.

કઇ કલમ હેઠળ ગુનો નોંધાશે?

મહિલાની છેડતી કરતા પકડાશો તો તમારી સામે G.P. Act (ગુજરાત પોલીસ એક્ટ) 110, 117 મુજબનો ગુનો નોંધાશે. જો ગુનો ગંભીર હોય તો અન્ય કલમો હેઠળ ગુનો નોંધાઇ શકે છે.

તમને પોલીસ ઘરે મૂકી જશે

જો કોઇ મહિલાને એવું લાગે કે તે ખરેખર સુરક્ષીત નથી તો તમે પોલીસની મદદ માંગી શકો છો. પોલીસ તેમારી સુરક્ષાને ધ્યાનમાં રાખી તમને મદદ કરી શકે છે. યોગ્ય કારણોસર મહિલાઓને પોલીસ ઘરે મુકવા સુધીની મદદ કરશે.

એકાંતમાં મિત્ર સાથે જવુ ભારે પડી શકે છે

મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી મીની જોસેફે મહિલાઓની સુરક્ષા માટે કેટલાક સુચનો આપ્યા છે. નવરાત્રીમાં આટલુ કરો તો રહેશો સુરક્ષિત...

  • કેબમાં કે મિત્રની કારમાં બેસતા પહેલા ચેક કરો કે ગાડીને ચાઇલ્ડ લોક તો નથી ને. કેમ કે, જો ચાઇલ્ડ લોક હશે તો ઇમરજન્સીમાં કાર અંદરથી નહી ખૂલે.
  • ક્યાં અને કોની સાથે જાવ છો તે પરિવારની જાણ કરો.
  • ફેસબુક, સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયાની જીપીએસ સિસ્ટમ ચાલું રાખો. જેથી તમે ક્યાંય ફસાવ તો પોલીસ તમને શોધી શકે.
  • અજાણ્યા લોકોએ આપેલી ડ્રીંક કે ફુડ ખાવાનું અવોઇડ કરો. 
  • એકાંતમાં એકલા કોઇ મિત્ર સાથે જવાનું ટાળો.
  • ડેટીંગ સાઇટ પરથી મળેલા વ્યક્તિને એકાંતમાં મળવાનું ટાળો.
  • અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવાનું ટાળો.
  • ઘરે જવા લોકોની અવરજવર વાળો રસ્તો પસંદ કરો.
  • તમારો મોબાઇલ સતત તમારી પાસે રાખો. જેથી ઇમરજન્સીમાં તમે કોઇનો સંપર્ક કરી શકો.
  • મોબાઇલમાં પાસવર્ડ રાખો જેથી તેનો મિસ યુઝ ન થાય

સંકળાયેલા મુદ્દાઓ

Eve teasing Gujarati News Navratri gujarat ગુજરાતી ન્યૂઝ નવરાત્રી મહિલાની છેડતી રોમિયો Navratri 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ