બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Rajya sabha elections 2020 results Declare

પરિણામ / રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાતની 4 બેઠકોનું પરિણામ જાહેર, ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત

Kavan

Last Updated: 11:15 PM, 19 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી જ ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવારને જીતાડવા માટે મરણિયા પ્રયાસ હાથ ધર્યા હતા. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલ્યું અને અંતે પરિણામ જાહેર થયું જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઇ હતી.

  • રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જાહેર
  • ભાજપનો 4 બેઠક પર અને કોંગ્રેસનો 1 બેઠક પર વિજય

ઉલ્લેખનીય છે કે, આજરોજ ગુજરાત રાજ્યસભાની 4 બેઠક માટે યોજાયેલા મતદાનમાં ભાજપ-કોંગ્રેસે બંન્ને પક્ષોએ પોતાના ઉમેદવારના જીતની આશા વ્યક્ત કરી હતી. ત્યારે ભાજપના અભય ભારદ્વાજ, નરહરિ અમીન તથા રમિલાબેનની જીત થઇ છે. તો કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પૈકી શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા.

જાણો મતનું ગણિત 

આપને જણાવી દઇએ કે, ભાજપના 3 ઉમેદવારો વચ્ચે કુલ 104 મત મળ્યા છે. જેમાં નરહરિને 32 મત મળ્યા હતા તો અભય ભારદ્વાજને 36 અને રમીલા બેનને 36 મત મળ્યા હતા. તો કોંગ્રેસની વાત કરીએ તો બંન્ને ઉમેદવારો વચ્ચે કુલ 66 મત મળ્યા હતા. જેમાં ભરતસિંહ સોલંકીને 30 મત અને શક્તિસિંહ ગહિલને 36 મત મળતા શક્તિસિંહ ગોહિલની જીત પાક્કી થઇ હતી અને કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકી ચૂંટણીમાં હાર્યા હતા. કોંગ્રેસને મળેલા 66 મત પૈકી 65 કોંગ્રેસના ધારાસભ્યોના તથા 1 મત અપક્ષનો જીગ્નેશ મેવાણીનો મળ્યો હતો. 

કોંગ્રેસે મતદાન બાદ ઉઠાવ્યા વિરોધ 

રાજ્યસભાની ચૂંટણીમાં મત ગણતરી પહેલા કોંગ્રેસ વિરોધ ઉઠાવ્યો હતો. ભાજપ MLA કેસરીસિંહ સોલંકીના મત પર વાંધો ઉઠાવ્યો છે સાથે જ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના મત પર પણ વાંધો ઉઠાવ્યો હતો જો કે, ત્યારબાદ રાજ્યના ચૂંટણી પંચે કેન્દ્રના ચૂંટણીપંચનું માર્ગદર્શન માગ્યું હતું અને અંતે કોંગ્રેસના આક્ષેપને ફગાવ્યા હતા અને મતગણતરીને મંજૂરી આપી હતી. 

ભાજપના 3 ધારાસભ્યોનું પ્રોક્સી વોટિંગ

આજે 3 ધારાસભ્યો સહાયકની મદદથી મતદાન કર્યુ હતું. બલરામ થવાણીને પણ વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યા હતા અને મતદાન કર્યુ હતું. માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુઃખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.  રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક એક મત મહત્વનો હોવાથી જેમનું સ્વાસ્થ્ય ઠીક નથી તેમને પણ મતદાન પ્રોક્સી વોટિંગથી કરાવાઈ રહ્યું છે. આ ત્રણ ધારાસભ્યોમાં પરષોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ