બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / gujarat police sunita yadav one more video viral about health minister kumar kanani

વિવાદ / સુનિતા યાદવનો વધુ એક વીડિયો વાયરલ, હા ગુસ્સામાં બોલી હતી, પણ આવી સજા મને કેમ?

Published By: Gayatri

Last Updated: 11:19 AM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના દીકરાને કરફ્યુના પાઠ ભણાવનાર સુનિતા યાદવનો ઔર એક વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે કારણ કે આમાં તે વારંવાર કુમાર કાનાણીની માફી માંગતી નજરે પડી રહી છે એટલું જ નહીં પરંતુ ભાજપ સાથે મારે કોઈ દુશ્મની નથી એવું પણ કહેતી જોવા મળી રહી છે.

  • સુનિતાનો વીડિયો આવ્યો સામે
  • "કુમાર કાનાણી સામે ફરિયાદ નહી"
  • "ભાજપ સામે કોઇ દુશ્મની નથી"

સુરતમાં મહિલા પોલીસકર્મી સુનિતાનો સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે. કહ્યું કે કુમાર કાનાણી સામે કોઇ ફરિયાદ નથી. મને ભાજપ સામે પણ કોઇ દુશ્મની નથી. મેં પણ ગુસ્સામાં ઘણું કીધુ હતું. મંત્રીનાં પુત્રનાં મિત્રને બદલે મને સજા મળી છે. હું ડયૂટી કરી રહી છું તે મારી ભૂલ છે. મને બંધનમાં બાંધવાની કોશીશ ન કરો. મારા ઘરના લોકો પરેશાન થઈ રહ્યાં છે. મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે. મારે હજુ ઘણુ બધુ કરવાનુ છે. મહિલા પોલીસકર્મી અને પ્રકાશ કાનાણી વચ્ચે બબાલ થઇ હતી. 

સુનિતા પર થઈ રહી છે પોલીસ તપાસ

સુનિતા પર આરોપ છે કે તે લોકોને રસ્તા પર બેસાડીને ઉઠક બેઠક કરાવતી હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, 9 જુલાઈથી સુનિતા પોતાની ફરજ પરથી ગાયબ હોવાનો પણ આરોપ છે. આ સિવાય મંત્રીના પુત્રને ઠપકો આપવા બદલ તેમની સામે પહેલેથી જ તપાસ ચાલી રહી છે.

સુનિતા પર છે કયા ત્રણ આરોપો

સુનિતા વિરુદ્ધ તપાસનો આદેશ સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવ્યો છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 8 મી જુલાઈએ મંત્રીના પુત્ર સાથેના વિવાદના બીજા દિવસે સુનિતા 9 જુલાઈથી ફરજ પર નહોતી આવી. આ મામલે સુનિતા યાદવે કહ્યું કે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


સુનિતાને હાલ સુરક્ષા આપવામાં આવી

સહાયક પોલીસ કમિશનર જે.કે. પંડ્યા સુનિતા યાદવ વિરુદ્ધ ત્રણેય આરોપોની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન સુનિતાને જાનથી મારી નાંખવાની ધમકી મળવાને કારણે બે સશસ્ત્ર પોલીસકર્મી સુરક્ષા માટે તૈનાત કરાયા છે. 

સુનિતા રાજીનામું ન આપી શકે: પોલીસ કમિશનર

સુનિતાએ કહ્યું હતું કે 'મને મારા ઉપરી અધિકારીઓનો ટેકો મળ્યો નથી, તેથી મેં રાજીનામું આપ્યું. હું સૈનિક તરીકે મારું કામ કરી રહ્યો હતો. તે આપણી સિસ્ટમની ભૂલો છે કે આવા લોકો એટલે કે મંત્રીના દીકરાઓને વીવીઆઈપીમાં ગણવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશનરે કહ્યું કે સુનિતાની પૂછપરછ હજી ચાલુ છે. એટલે ટેકનીકલવી તે હાલ રાજીનામું આપી ન શકે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat police kumar kanani sunita yadav કુમાર કાનાણી ગુજરાત પોલીસ સુનિતા યાદવ sunita yadav

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ