બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ગુજરાત / વડોદરા / Gujarat police seized drugs worth 5200 crores Harsh Sanghvi young leader

વડોદરા / ગુજરાત પોલીસે કુલ 5200 કરોડનું ઝડપ્યું ડ્રગ્સ : હર્ષ સંઘવીનો એક યુવા નેતા પર મોટો કટાક્ષ

Kishor

Last Updated: 04:30 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના મંજૂસર GIDC પોલીસ સ્ટેશન ઉદ્વાટન કરતી વેળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાંથી ડ્રગ્સના દૂષણ અને દાનવોને નાબૂદ કરવાનો દાવો કર્યો હતો.

  • વડોદરાના મંજૂસર GIDC પોલીસ સ્ટેશનનું ઉદ્વાટન
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશનનું કર્યું ઉદ્વાટન
  • ગુજરાત દેશનું સૌપ્રથમ સુરક્ષિત રાજ્ય બન્યું છેઃ સંઘવી

એશિયાની સૌથી મોટી ગણાતી વડોદરાની મંજૂસર  GIDC પોલીસ સ્ટેશનનું ઉદ્વાટન કરવામાં આવ્યું આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરી સંબોધન કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવા ગુજરાત પોલીસ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહી છે. જેના પરિણામ સાવરૂપ ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં 5200 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે આરોપીઑને ઝડપી પડ્યા છે.આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક નેતા પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે  5200 કરોડની કિંમતનું ડ્રગ્સ મામલે એક યુવા નેતાને ખબર જ નથી કે ડ્રગ્સ પકડ્યું કે પકડાયું? જે નેતા ટ્વીટ કરીને એવું લખે છે કે ડ્રગ્સ પકડાયું. હકીકતમાં આવા લોકોને ખબર પડવી જોઇએ કે ડ્રગ્સ પકડાયું નથી ડ્રગ્સ પકડયું છે.

 


ગુજરાતમાં ડ્રગ્સનું વેચાણ નહી થવા દઇએઃ સંઘવી
વડોદરાની મંજૂસર GIDC પોલીસ સ્ટેશનનું ઉદ્વાટન કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે મંજૂસર એશિયાની સૌથી મોટી GIDC છે જે સમગ્ર દેશના યુવાનોને GIDCમાં રોજગારી આપે છે. વધુમાં ગુજરાતમાં અસામાજિક તત્વો સામે સરકારે અને પોલીસે કામગીરી કરી ગુજરાતને સુરક્ષિત બનાવ્યું છે. વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે 2002 પહેલા ગુજરાત અલગ-અલગ ગુંડાના નામે ઓળખાતું હતું. ત્યારબાદ સરકાર ગુંડાગીરીને નાબૂદ કરવા આકરા કાયદા લઇ આવી છે. જેંના પરિણામે ગુજરાત દેશનું સૌપ્રથમ સુરક્ષિત રાજ્ય બન્યું હોવાનું હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું. ગુજરાતમાં કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સનું વેચાણ નહી થવા દઇએ તેવો હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સીનોની સતર્કતાને લઇને 28થી વધુ પાકિસ્તાની નાગરિકો ડ્રગ્સ સાથે ઝડપાયા છે અને આગામી સમયમાં પણ પોલીસ ડ્રગ્સ સામે મજબૂતાઇથી કામ કરશે. હર્ષ સંઘવીએ  એમ પણ ઉમેર્યું હતું કે પોલીસની આવી કામગીરીને બિરદાવવાને બદલે અમુક તેની ટીકા કરે છે.

એક વર્ષમાં 300 જેટલા આરોપીઓને ઝડપ્યા
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણનો સફાયો બોલાવવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ રીતસર જંગે ચડી છે. હવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ આવા ડ્રગ્સ પેડલરો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. જેમાં તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આકડા મુજબ માત્ર એક જ વર્ષમાં 300 જેટલા આરોપીને જેલ હવાલે કર્યા છે. છેલ્લા કેટલાક સમયમાં દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસે ડ્રગ્સ પેડલરો સામે પણ લાલ આંખ કરી છે.  અત્યાર સુધીમાં 5200 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે આરોપીઑને ઝડપી પડ્યા છે. ઝડપાયેલા ડ્રગ્સ પેડલરો પણ પોતે ડ્રગ્સના બંધાણી હોય છે. જેઓ યુવાધનને ડ્રગ્સના બંધાણી બનાવવા તેઓ પ્રથમ બે ત્રણ વાર ફ્રીમાં ડ્રગ્સ આપતાં હોય છે પરંતુ બાદમાં યુવક કે યુવતીઓ બંધાણી બની જાય ત્યારે તેઓની પાસેથી પૈસા વસુલી તગડી કમાણી રોળતા હોવાનું પણ સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ