ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના જાણીતા બિલ્ડરે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો, 4 દિવસ બાદ પુત્રીના લગ્ન

ક્રાઇમ / સુરતના જાણીતા બિલ્ડરે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો, 4 દિવસ બાદ પુત્રીના લગ્ન

Published By: Vidhata Gothi

Last Updated: 11:14 AM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના જાણીતા બિલ્ડરે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ. 4 દિવસ બાદ દીકરીના લગ્ન છે, ત્યારે ઘરમાં મહેમાનોની અવરજવર વચ્ચે તેમણે આ પગલું ભર્યું. હાલમાં તેમને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

Surat News: સુરતના જાણીતા બિલ્ડર ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ રવિવારે સવારે તેમના ઘરે જ પોતાને ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. માહિતી પ્રમાણે, તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વર પોતાને ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. હાલમાં તુષાર ઘેલાણીને સારવાર માટે મહાવીર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

માહિતી પ્રમાણે, આ ઘટના સુરતના પોશ વિસ્તાર સિટીલાઇટમાં બની, જ્યાં પોતાના ઘરે જ બિલ્ડર તુષાર ઘેલાણીએ મોડી રાતે લગભગ 2 વાગ્યે પોતાની રિવોલ્વરથી ગોળી ચલાવી. તેમણે પોતાને ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો. પરંતુ ગોળીબારનો અવાજ સાંભળીને પરિજનો દોડી આવ્યા અને બિલ્ડરને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક મહાવીર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં હાલમાં ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. પોલીસે રિવોલ્વર કબજે કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મહાવીર હોસ્પિટલમાં બિલ્ડરની સારવાર કરતાં ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, હાલમાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમને વધુ સારવાર માટે સુરતથી એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવી શકે છે.

vtv app promotion

5 ફેબ્રુઆરીએ બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન હોવાના કારણે ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. મહેમાનોની અવરજવર અને ખુશીના માહોલ વચ્ચે બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યા પરિજનો આઘાતમાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે ઘરકંકાશને કારણે આ પગલું ભર્યું હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને રિવોલ્વર કબજે કરીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પરિજનોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે, તેમના આપઘાત કરવા પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી.

આ પણ વાંચો: ઉપલેટામાં હવસખોર પિતાએ પોતાની 19 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ, 3 વર્ષથી કરતો હતા આ કામ

કોણ છે બિલ્ડર તુષાર ઘેલાણી

સુરતના રિયલ એસ્ટેટ સર્કલમાં તુષાર ઘેલાણી ઘણું મોટું નામ છે. ઘેલાણી બિલ્ડર્સ અને ગ્રુપ 1990થી સુરતમાં કન્સ્ટ્રક્શનમાં એક્ટિવ છે. તેઓ સુરતમાં મોડર્ન આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રેસીડેન્શિયલ પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tushar Ghelani Suicide Attempt Surat News Crime News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ