બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પોલીસ વડાને મળ્યાં, પાટણમાં હુમલાના આરોપીઓના સરઘસ મુદ્દે ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને
Last Updated: 05:58 PM, 21 March 2026
Alpesh Thakor News: પાટણના ઝીલિયા ફાર્મ પર થયેલા હુમલા બાદ પોલીસે આરોપીઓને ઝડપીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન આરોપીઓ સાથે મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. પોલીસની આ કાર્યવાહી સામે ક્ષત્રિય ઠાકોર સમાજે કડક વિરોધ નોંધાવ્યો છે અને તેને અયોગ્ય ગણાવી છે. આ મુદ્દે સમાજના આગેવાનો અને ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સીધા જિલ્લા પોલીસ તંત્ર સુધી પહોંચ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે સમાજમાં અસંતોષ વધતા ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સમાજના આગેવાનો સાથે પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષકને મળવા પહોંચ્યા હતા. તેમણે જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાઈ સાથે બેઠક કરીને સમગ્ર ઘટનાક્રમ અંગે રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.
આ મુદ્દે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે
ADVERTISEMENT
" ક્યાંક કોઈક અધિકારીએ ગુનેગારોને છાવરવાનો પ્રયત્ન કર્યો હોય એવું ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી માંગની અમે કરી હતી. અને એ માંગણી પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે. અમે પોલીસ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે કોઈપણ સમાજનો કોઈપણ વ્યક્તિ જો સમયની લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો. આ સાથે પોલીસ તંત્રનો આભાર માનુ છું અને વિનંતી પણ કરું છું કે કોઈપણ સમાજના અસામાજિક તત્વોને છોડવામાં ના આવે. "
સમાજના પ્રતિનિધિઓએ પોલીસની કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે કાયદાની પ્રક્રિયા હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. પરંતુ જાહેરમાં સરઘસ કાઢીને અને મારામારી કરીને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ બાબતે જવાબદારી નક્કી કરીને યોગ્ય પગલાં લેવા તેઓએ માંગણી કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાઈ સાથે યોજાનારી બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા થવાની શક્યતા છે. પોલીસ તંત્ર તરફથી પણ આક્ષેપોને ધ્યાનમાં લઈને યોગ્ય સ્પષ્ટતા આપવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ એક તરફ કાયદો અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે, તો બીજી તરફ પોલીસની કામગીરીની પદ્ધતિ પર પણ ચર્ચા શરૂ કરી છે. હાલ સમગ્ર જિલ્લામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને આગળ શું નિર્ણય લેવામાં આવશે તે પર સૌની નજર ટકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.