બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LRD પરીક્ષામાં ગેરરીતિ રોકવા જડબેસલાક આયોજન, 8000 પોલીસકર્મી રહેશે ખડપગે
Dinesh Chaudhary
Last Updated: 08:36 PM, 13 June 2025
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તારીખ 15 જૂન 2025ના રોજ લોકરક્ષક કેડરની કુલ 12000 જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કર્યું છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 દરમ્યાન યોજવામા આવેલ શારીરિક કસોટીમાં 10,73000 જેટલા ઉમેદવારો પૈકી લોકરક્ષક કેડરના ઉતિર્ણ થયેલ કુલ- 2,47,803 ઉમેદવારોની આ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતેની કુલ-825 શાળાઓમાં CCTV નિગરાની હેઠળ યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર તા 07 જૂન 2025થી ડાઉનલોડ થવાનું ચાલુ છે.
ADVERTISEMENT
8000થી વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓ તૈનાથ રહેશે
ADVERTISEMENT
આ પરીક્ષા પારદર્શક રીતે યોજાય અને કોઇપણ જાતની ગેરરિતી ન થાય તે માટે 8000થી વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓ અને 18000થી વધુ શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા વેરીફીકેશન કરવામાં આવશે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરી, રાજય ભરતી કંટ્રોલરૂમ, કરાઇ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવશે અને પોલીસ એસ્કોર્ટ રાખવામાં આવ્યો છે.
200 પ્રશ્નો, 200 ગુણ, સમય 3 કલાકનો રહેશે
ADVERTISEMENT
સરકારના ગૃહવિભાગ દ્વારા પરીક્ષા નિયમ અનુસાર પરીક્ષા OMR પધ્ધતિમાં હશે અને 200 પ્રશ્નો, 200 ગુણ, સમય 3 કલાકનો રહેશે. જેમાં Part-Aમાં 80 પ્રશ્નો, 80 ગુણ અને Part-Bમાં 120 પ્રશ્નો, 120 ગુણ હશે. પરીક્ષામાં ઉતિર્ણ થવા માટે Part-A અને Part-B માં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવવાના રહેશે. તમામ શહેર/જિલ્લા ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરઓ/રેન્જ વડાઓના સુપરવિઝન હેઠળ તેમજ IGP / DIGP / SP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 4 ડોક્ટરોએ ગુમાવ્યા જીવ, કુલ 33 સ્ટુડન્ટ બન્યા ભોગ
07.30 વાગે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવાનું રહેશે
ADVERTISEMENT
પરીક્ષા 03.30 થી 12.30 સુધી છે. પરંતુ, પરીક્ષા પહેલા ઉમેદવારોનું બાયોમેટ્રીક/ફોટોગ્રાફ વેરીફીકેશન કરવાનું હોવાથી કોલલેટરમાં 07.30 વાગે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા જણાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા.16 જૂન 2025 અને તા.15 જૂન 2025 દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધર્યું છે અને ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ એસ.ટી. નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.