બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં બ્લેક આઉટની 'સફળ' અમલવારી ! લોકોએ જાતે જ કરી લાઈટો બંધ

ગુજરાત / ગુજરાતમાં બ્લેક આઉટની 'સફળ' અમલવારી ! લોકોએ જાતે જ કરી લાઈટો બંધ

Dinesh Chaudhary

Last Updated: 09:10 PM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહ્યો હતો. જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ થઈ હતી

રાજ્યના અલગ અલગ શહેરોમાં બ્લેકઆઉટ કરાયું છે. બ્લેકઆઉટને સફળ બનાવવા લોકો જાતે જ લાઈટ બંધ કરી છે. સુરત, ગાંધીનગર સહિત વિવિધ શહેરમાં બ્લેકઆઉટ કરાયો છે, તો કેટલાક શહેરોમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહ્યો હતો. જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ થઈ હતી, કયાંક પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળ્યો હતો, તો કેટલીક જગ્યા બ્લેકઆઉટ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો

સુરતમાં અંધારપટ છવાયું

સુરતમાં યુદ્ધની ઇમરજન્સી સ્થિતિમાં બ્લેકઆઉટની મોકડ્રીલ યોજાઈ હતી. લોકો બ્લેકઆઉટ સમજી શકે તે માટે ઓપરેશન અભ્યાસ અંતર્ગત સુરતમાં 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થયું હતું. સંપૂર્ણ વિસ્તારમાં અંધારપટ પથરાઈ ગયું હતું. ઈમારત પરથી જગમગતું શહેર અંધકાર પટમાં ફેરવાયું હતું. ઉલ્લેખનીય છે કે, દુશ્મન હવાઈ હુમલો કરે તે સમયે સંપૂર્ણ રીતે લોકોની પુરેપુરી તૈયારી જોવા મળી રહી છે. લોકોએ પણ સરકાર અને તંત્રને આતંકવાદની લડાઈમાં સહયોગ આપ્યો હતો

ગાધીનગરમાં બ્લેક આઉટની સમિક્ષા કરાઈ

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મોકડ્રીલની સમિક્ષા કરાઈ છે. પ્રથમ તબક્કામાં સાત જિલ્લાના બ્લેક આઉટની સમિક્ષા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, હોટલાઈન પરથી જિલ્લા વહીવટી તંત્ર સાથે વિગતો મેળવાઈ છે. સિવિલ ડિફેન્સના ડીજીપી મનોજ અગ્રવાલ હાજર રહ્યાં હતા તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવી, રાહત કમિશ્નર આલોક પાંડે સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પાટણમાં 'સફળ' બ્લેક આઉટ

પાટણ જિલ્લામાં બ્લેક આઉટનો અમલ કરાયો છે. તમામ તાલુકામાં બ્લેક આઉટ મોકડ્રિલ યોજાઈ હતી અને જેમાં લોકોએ સ્વયંભૂ જોડાયા હતા. ઘર, ઓફિસ અને દુકાનોની લાઈટ બંધ કરતા અંધારપટ છવાયું હતું.

આ પણ વાંચો: 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન! અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

વડોદરામાં લોકોએ સ્વયં ભૂ બ્લેક આઉટનો અમલ કર્યો

વડોદરા જિલ્લામાં પશ્ચિમ ઝોનમાં લોકોએ સ્વયં ભૂ બ્લેક આઉટનો અમલ કર્યો હતો. મોટા ભાગના વિસ્તારમાં લોકોએ લાઈટો બંધ કરી હતી. શહેરીજનોએ દેશની સુરક્ષા માટે બ્લક આઉટની મોકડ્રીલને સફળ બનાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Blackout Situation Gujarat Blackout Blackout Implementation
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ