બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Navratri 2022: 20 to 30 percent increase in the price of traditional clothes including Chaniya Choli

મોંઘવારી / ગુજરાતીઓ નવરાત્રીની તૈયારી પડશે મોંઘી, ચણિયા ચોળી સહિત ટ્રેડિશનલ કપડાના ભાવમાં આટલો વધારો

Vishnu

Last Updated: 05:58 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કાળે તો નવરાત્રી પર નિર્ભર ઉત્પાદકોની કમર ભાંગી નાખી હતી પરંતુ આ વર્ષે કોરોનાના ગ્રહણ વગર નવરાત્રી ધામધૂમથી ઉજવાશે પણ મોંઘવારી ખેલૈયાને નડશે

  • નવરાત્રીની તૈયારીઓ શરૂ!
  • વ્યવસાયકારોના આવ્યા અચ્છે દિન!
  • ટ્રેડિશનલ કપડાની વધી ડિમાન્ડ, પણ મોંઘવારીનો માર

ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ રાજ્ય સરકારમાં મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાતાં આ વખતે ગરબારસિકો ગરબાની મજા માણી શકશે. રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં દર વર્ષે વાઈબ્રેન્ટ ગરબા યોજાતા હોય છે અને અહીં રાજયભરમાંથી ગરબા રસીકો ગરબા રમવા આવતા હોય છે

20 થી 30 ટકાનો પ્રતિ ચણીયા ચોળીમાં પણ ભાવ વધારો
કોરોનાને કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી માત્ર સોસાયટીઓ અને શેરીઓમાં જ થઈ હતી પરંતુ આ વર્ષે સરકારે તમામ જગ્યાએ નવરાત્રીની મંજુરી આપતા  લૉ-ગાર્ડન ખાતે બજારોમાં ચણિયાચોળી ખરીદવા લોકો ઉમટી રહ્યા છે  લૉ-ગાર્ડન ખાતેના બજારમાં અત્યારથી જ લોકો નવરાત્રીની ચણીયાચોળી ખરીદી રહ્યા છે. સાથે જ આ વર્ષે વધી રહેલા ડીઝલ- પેટ્રોલ અને અન્ય સામાનની જેમ  20 થી 30 ટકાનો પ્રતિ ચણીયાચોળીમાં પણ ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે.

મટિરિયલની તમામ વસ્તુઓમાં ભાવ વધારા અને જીએસટીની અસર
લો ગાર્ડન ખાતે ચણિયાચોળી ઉપરાંત કેડિયા, પાઘડી, ગૂંથણ કામ કરેલા વસ્ત્રોનું પણ સારું એવું વેચાણ થઈ રહ્યું છે આ વર્ષે લો ગાર્ડન ખાતે 2000 થી લઈ 10 હજાર સુધીની અવનવી ચણિયા ચોળી બજારમાં છે. ભરતગૂંથણની સાથે સ્ટાઇલિસ્ટ ચણિયા ચોળી, કેડિયાની ધૂમ છે. પરંતુ બધામાં ભાવ આસમાને છે જે ચણીયાચોળી ગયા વર્ષે 2000માં મળતી હતી તેનો ભાવ અત્યારે સરેરાસ 2500 થી 2700 થઈ ચુક્યો છે અને તેની પાછળનું મુખ્ય કારણ તમામ જગ્યાએ થયેલા ભાવ વધારા અને જીએસટી છે

ખેલૈયાઓમાં નવરાત્રીને લઈ થનગનાટ
નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રિને યોજવા અંગે સરકારે જાહેરાત પણ કરી દીધી છે અને આ વર્ષે જીએમડીસીમાં વાઈબ્રેન્ટ ગરબા પણ યોજાશે. આ વર્ષે ગરબા થવાના હોવાથી ખેલૈયાઓમાં ઉત્સાહ અનેરો છે. ત્યારે અમદાવાદની ઓળખ એવા લો ગાર્ડન માર્કેટ મોડે સુધી  ખુલ્લું રહે છે. શહેરના મધ્યમાં આવેલુ આ માર્કેટ ચણિયાચોળી માટે ખૂબ જાણીતું છે. અહીં અમદાવાદ તેમજ અન્ય શહેરોમાંથી પણ લોકો ચણિયાચોળી ખરીદવા માટે આવે છે. ગુજરાતીઓના ગરબા વિશ્વમાં વખણાય છે અને આ ગરબાની ખરીદીનું માર્કેટ પણ દેશભરમાં જાણીતુ છે ત્યારે અત્યારથી જ  આ માર્કેટમાં ધીમે ધીમે ભીડ જામવાની શરુઆત થઈ ચુકી છે.. અનેક એવા લોકો હોય છે કે નવરાત્રી પહેલા પોતોની સંપુર્ણ ખરીદી કરી લેતા હોય છે જેથી સસ્તુ અને સારી ચણીયાચોળી મળી રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ