બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat junagadh start helicopter in girnar

આનંદો / જૂનાગઢમાં ફરી એકવાર ખાનગી કંપની શરૂ કરશે હેલીકોપ્ટર સેવા!

Gayatri

Last Updated: 05:38 PM, 24 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં ફરી એકવાર ખાનગી કંપની દ્વ્રારા પ્રાયોગિક ધોરણે ભવનાથથી અંબાજીના મંદિર સુધી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. આ અંગે સ્થાનિક તંત્રથી લઈને વનવિભાગ કામે લાગ્યુ છે. હેલિકોપ્ટર સેવાને લીધે દેશ-વિદેશથી આવતા સહેલાણીઓ ગિરનારની તળેટી જ નહી પણ ટોચનીય મજા માણી શકશે.

જૂનાગઢમાં પ્રાયોગિક ધોરણે ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધી હોલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. જૂનાગઢમાં પ્રવાસીઓને આકર્ષવા માટે વિમાની સેવા ફરીથી શરૂ કરવા માટે ગુજરાત સ્ટેટ એવીએશન કમ્પની ની ગુજસેક દ્વારા વિમાની સેવા શરૂ કરવા માટેની માગણી કરવામાં આવી છે. 

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી બાદ જ સેવા શરૂ થઈ શકશે
હેલિકોપ્ટર સેવા માટે ઉત્તરણ અને ઉડ્ડયન બંને જગ્યાઓ વનવિભાગની અન્ડરમાં આવે છે એટલે વન વિભાગ દ્વારા એન.ઓ.સી આપવામાં આવશે ત્યારબાદ વિમાની સેવાની મંજૂરી આપવામાં આવશે. 

શું કહે છે જૂનાગઢના કલેક્ટર
ગુજરાત સ્ટેટ એવીએશન કમ્પની છે ગુજસેક કરીને જેણે અમને પ્રાયોગિક ધોરણે ગિરનાર ઉપર જવા માટે હેલીકોપ્ટર સેવા ચાલુ કરવા અંગેની અરજી કરી હતી. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી, પોલીસ ખાતા તરફથી પણ આ અંગેના અભિપ્રાયો મંગાવ્યા છે. - સૌરભ પારધી, જિલ્લા કલેકટર(જૂનાગઢ)
 
અંબાજીના મહંતનો શું છે અભિપ્રાય
ગિરનારની ટોચ ઉપર આવેલ અંબાજી માતાના મંદિરના મહંત કહે છે કે જૂનાગઢ એક ધાર્મિક નગરી છે દેશ અને વિદેશના અનેક ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ગિરનાર પર્વત ચઢવા વધુ ઉત્સુક હોય છે અને જો સરકાર આ અંબાજી સુધી હેલિકોપટર ની મંજૂરી આપે તો સારી વાત કહેવાય અને અગાઉ પણ 2006માં જફર મેદાન થી અંબાજી સુધી હેલિકોપટર જતું અને હાલ પણ ગિરનાર ઉપર હેલીપેડનું મેદાન પણ મોજુદ છે અમારી પણ લાગણી છે કે સરકાર દ્વારા અને વન વિભાગ દ્વારા વહેલી તકે મંજૂરી આપવામાં આવે. - તનસુખગિરી બાપુ મહંત ગિરનાર અંબાજી

9999 પગથિયા ચઢીને ગિરનાર ચઢાણ છે કાઠુ
બાળકો, વૃધ્ધો અને મહિલાઓ માટે ગિરનારનું ચઢાણ કપરું છે. કેમ કે, 9999 પગથિયા ઠેકીને ગિરનારની ટોચ ઉપર પહોંચવાનું સપનું હેલિકોપ્ટરની સાથે શક્ય થઈ શકે છે. 

પહેલા ક્યારે શરૂ કરાઈ હતી હેલિકોપ્ટર સેવા, કેટલુ હતુ ભાડુ
જૂનાગઢમાં 2006માં પણ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. જફર મેદાનથી અંબાજી મંદિર સુધીની હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી જેમાં રૂા. 7000 ભાડુ રાખવામાં આવ્યું હતુ. 
કોણે શરૂ કરી હતી અગાઉ હેલિકોપ્ટર સેવાઓ
અગાઉ પવન હંસ અને હેકન કંપની દ્વ્રારા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ હતી. પણ બહુ લાંબી ન ચાલી. 
કેમ બંધ કરાઈ સેવા
રૂા. 7000 જેટલું માતબર ભાડુ પ્રવાસીઓને પરવડતુ ન હોવાને કારણે કંપનીઓએ  પીછેહઠ કરવી પડી હતી. આ હેલિકોપ્ટર કંપનીઓને કારણે હાલ પણ ત્યાં હેલિપેડ બનેલા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ