બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Gujarat health department coronavirus update 16 July 2020 Gujarat

કોરોના વિસ્ફોટ / સતત ચોથા દિવસે ગુજરાતમાં 900થી વધુ કોરોનાના કેસ, સુરતમાં ઍક્ટિવ કેસનો આંક ચોંકાવનારો

Hiren

Last Updated: 07:47 PM, 16 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કોરોનાના કેસના આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 919 કેસ નોંધાયા છે.

  • ગુજરાતમાં કોરોનાએ સુરતમાં માથું ઉંચક્યું
  • સતત ચોથા દિવસે નોંધાયા 900થી વધુ કેસ
  • અત્યાર સુધીમાં કુલ દર્દીઓનો આંકડો 45567 પર‬ પહોંચ્યો 

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 919 કેસ નોંધાતા કુલ આંકડો 45567 પર પહોંચ્યો છે. જ્યારે 828 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 31,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 10 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2081 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. 

સતત ચોથા દિવસે નોંધાયા 900ને પાર કોરોનાના કેસ

રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. ગઇકાલે 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો આજે રાજ્યમાં 919 કેસ નોંધાતા કોરોનાને લઇને લોકોમાં ચિંતા વધી રહી છે.

સુરતમાં એક્ટિવ કેસનો આંકડો ચોંકાવનારો

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 265 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 217 અને સુરત જિલ્લામાં 48 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8907 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 191 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5729 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 237 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2941 એક્ટિવ કેસ છે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 181 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 168 અને અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,780 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 188 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 18,523 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1534 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3723 એક્ટિવ કેસ છે. 

અમદાવાદ અને સુરતના એક્ટિવ કેસમાં વધુ તફાવત નહીં

મહત્વનું છે કે, અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાએ ભરડો લીધો છે. જો બંન્ને મહાનગરો વચ્ચે એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો બહું વધુ અંતર નથી. અમદાવાદમાં 3723 અને સુરતમાં હાલ 2941 કેસ એક્ટિવ છે. 

રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વિગત

16/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 181
સુરત 265
વડોદરા 74
ગાંધીનગર 27
ભાવનગર 50
બનાસકાંઠા 14
આણંદ 9
રાજકોટ 51
અરવલ્લી 4
મહેસાણા 13
પંચમહાલ 6
બોટાદ 6
મહીસાગર 2
ખેડા 20
પાટણ 9
જામનગર 12
ભરૂચ 29
સાબરકાંઠા 9
ગીર સોમનાથ 6
દાહોદ 16
છોટા ઉદેપુર 6
કચ્છ 11
નર્મદા 3
વલસાડ 16
નવસારી 10
જૂનાગઢ 39
સુરેન્દ્રનગર 20
મોરબી 5
અમરેલી 6
કુલ 919

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 23780 18523 1534 3723
સુરત 8907 5729 237 2941
વડોદરા 3353 2606 54 693
ગાંધીનગર 1001 689 36 276
ભાવનગર 798 237 15 546
બનાસકાંઠા 394 307 15 72
આણંદ 335 295 13 27
રાજકોટ 818 276 16 526
અરવલ્લી 302 248 26 28
મહેસાણા 502 222 14 266
પંચમહાલ 269 209 16 44
બોટાદ 135 87 3 45
મહીસાગર 197 135 2 60
ખેડા 387 234 14 139
પાટણ 312 235 19 58
જામનગર 405 204 7 194
ભરૂચ 501 287 11 203
સાબરકાંઠા 283 186 8 89
ગીર સોમનાથ 155 53 1 101
દાહોદ 199 58 2 139
છોટા ઉદેપુર 91 55 2 34
કચ્છ 284 163 7 114
નર્મદા 121 89 0 32
દેવભૂમિ દ્વારકા 29 25 2 2
વલસાડ 349 137 5 207
નવસારી 298 162 3 133
જૂનાગઢ 465 291 7 167
પોરબંદર 30 22 2 6
સુરેન્દ્રનગર 400 144 8 248
મોરબી 119 59 3 57
તાપી 53 39 0 14
ડાંગ 7 4 0 3
અમરેલી 200 93 8 99
અન્ય રાજ્ય 88 71 1 16
TOTAL 45567 32174 2091 11302
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ