બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat government school open

મહત્વનો નિર્ણય / ધો. 9 અને 11ના વર્ગોને પણ શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, આ તારીખથી કરાશે ચાલુ

Divyesh

Last Updated: 03:35 PM, 27 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 9 અન 11ના વર્ગો શરુ કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 1 ફેબ્રુઆરીથી શિક્ષણકાર્ય શરુ કરાશે.

  • શાળા શરૂ કરવાને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય
  • ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો રાજ્ય સરકારે લીધો નિર્ણય
  • 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરાશે 

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 અને 11 વર્ગો શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવામાં આવશે.


રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11ના  વર્ગો શરુ કરવાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી માટે વાલીઓની સમહતી જરુરી છે. 

ટયુશન કલાસીસ ચાલુ કરવાને લઇને સરકારની મંજૂરી

આ સાથે 1 ફેબ્રુઆરીથી ટયુશન કલાસીસ પણ શરુ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જો કે 8 જાન્યુઆરીએ શિક્ષણવિભાગે જાહેર કરેલી SOPનું પાલન ફરજિયાત કરવું પડશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ ટયુશન કલાસીસ શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા કોલેજના FY, SYના વર્ગો શરુ કરવાને લઇને આગામી ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ સાથે રાજ્યમાં હોસ્ટેલ શરુ કરવાને લઇને પણ આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. 

 પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક

ગુજરાતમાં ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચન કર્યું છે.

આમ હાલ પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક સમાન ગણવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધીમાં પ્રવેશ આપવા સુચનો કરાયાં છે. અત્યાર સુધી અલગ-અલગ 4 પ્રવેશ મુદ્દો લંબાવામાં આવી છે. 

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચન કર્યું છે. આમ હાલ પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક સમાન ગણવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચન કરવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Education bhupendrasinh chudasama gujarat ગુજરાત ભુપન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ વિભાગ Gujarat Government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ