બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20 હજાર, આ લોકોને મળે છે સહાય

તાલીમ સહાય / સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20 હજાર, આ લોકોને મળે છે સહાય

Last Updated: 02:28 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વર્ગ 1,2 અને 3 માટેની વિવિધ ભરતી-પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા રૂપિયા 20 હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી બેમાંથી જે ઓછી હોય તે સીધી સહાય મળવા પાત્ર છે

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વર્ગ 1,2 અને 3 માટેની વિવિધ ભરતી-પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા રૂપિયા 20 હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી બેમાંથી જે ઓછી હોય તે સીધી સહાય મળવા પાત્ર છે. તાલીમ સહાયની યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે, બેન્કો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા અથવા પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા આ સહાય અપાય છે.

આ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓએ ધોરણ 12 માં 60 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવેલ હોવા જરૂરી છે. તેમજ વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 4.50 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.

કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે?

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટમાં નિયત નમૂનાનું અરજી પત્રક, બાંહેધરી પત્રક, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, રહેઠાણનો પુરાવો, શાળા-કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર, એડમિશન લેટર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 10 ની માર્કશીટની નકલ, ટ્યુશન ક્લાસની ફી ની વિગત, ફી નો પુરાવો, કોચિંગ ક્લાસ સમાજ/ ટ્રસ્ટ/ સંસ્થા 3 વર્ષ સંચાલિત હોય તેવો રજીસ્ટ્રેશન નંબર સાથેનો પુરાવો, ટ્યુશન ક્લાસીસનો રજીસ્ટર નંબર, અરજદારના બેન્ક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ, ધોરણ 10 કે 12 અને સ્નાતકની માર્કશીટ વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે.

કેવી રીતે અરજી કરવી?

-www.gueedc.gujarat.gov.in પર જઈને સ્કીમ ફાઈલમાં જઈને એપ્લાય કરો.

-ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જઈ એપ્લાય કરો.

-ન્યુ યુઝર હોવ તો ન્યુ યુઝર પર ક્લિક કરી તમારી પર્સનલ ડિટેલ રજીસ્ટર કરો, જે બાદ લોગીન આઈડી નંબર પ્રાપ્ત થશે

-લોગીન આઈડી નંબર દાખલ કરી તેમાં જરૂરી વિગતવાર માહિતી ભરો, એ પછી તેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તમારી -અરજી કન્ફર્મ કરો. અરજી કન્ફર્મ કરવાથી તમારી માહિતી સબમિટ થઈ જશે અને તમને અરજીનો કન્ફર્મ નંબર પ્રાપ્ત થશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.

આ પણ વાંચોઃ ફી ન ભરતા સુરતની સ્કૂલે ધો.8ની વિદ્યાર્થીનીને કરી સજા! લાગી આવતા કર્યો આપઘાત

PROMOTIONAL 13

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Competitive Examination Training Assistance GPSC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ