બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat government firecrackers Ahmedabad Surat police commissioners notification

જાહેરનામું / અમદાવાદ અને સુરતમાં દિવાળીના દિવસે રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા તો ફોડી શકાશે પરંતુ આ નિયમો જાણી લેજો...

Hiren

Last Updated: 05:04 PM, 8 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની મહામારીના વચ્ચે  દેશમાં પ્રદૂષણ ન વધે તે માટે દેશના અનેક રાજ્યોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં સંપૂર્ણ રીતે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે જોકે ગુજરાત સરકારે શરતોને આધિન રાજ્યમાં ફટાકડા ફોડવા પર મંજૂરી આપી છે. વિદેશી ફટાકડા પર પ્રતિબંધ રહેશે. આ મામલે રાજ્ય સરકારે તમામ કલેક્ટર અને પોલીસ કમિશનરને નિર્દેશ પણ કર્યા હતા. ત્યારે હવે સુરત, અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

  • રાજ્યમાં કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા ફોડી શકાશે નહીં 
  • ફટાકડા માત્ર 2 કલાક એટલે કે, રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે  
  • કલમ 144 હેઠળ દરેક જિલ્લામાં જાહેરનામું બહાર પાડવા આદેશ  

રાજ્ય સરકારે ઘર આંગણે કે દેશમાં બનેલા ફટાકડા પર નહીં પરંતુ વિદેશમાંથી આવતા ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલે જે પણ લોકોએ ફટાકડાની ખરીદી કરી છે કે, કરવાનું વિચારી રહ્યા છે. તેમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે, ફટાકડા ફોડવાની મંજૂરી મળી ગઈ છે. ત્યારે સુરત અને અમદાવાદના પોલીસ કમિશનરે જાહેરનામુ જાહેર કર્યું. 

દિવાળીના દિવસે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે

સરકારે બહાર પાડેલા નિર્દેશ અનુસાર રાજ્યમાં કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા ફોડી શકાશે નહીં, આ માટે તમામ કલેક્ટર અને પોલીસ કમિશનરે ધ્યાન રાખવું પડશે. કલમ 144 હેઠળ દરેક જિલ્લામાં જાહેરનામું બહાર પાડવા પણ આદેશ કર્યા છે. જોકે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે દેશમાં બનેલા ફટાકડા ફોડી શકાશે. પરંતુ આ ફટાકડા માત્ર 2 કલાક એટલે કે, દિવાળીના દિવસે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે. સરકારના આ નિર્ણય પ્રમાણે એક વાત તો સ્પષ્ટ છે કે, જન્માષ્ટમી અને રથયાત્રાની જેમ લોકોની દિવાળી ખરાબ નહીં થાય.

ફટાકડા મુદ્દે રાજ્ય સરકારનો તમામ કલેક્ટર અને પોલીસ કમિશનરને નિર્દેશ

રાજ્ય સરકારે તમામ કલેક્ટર અને પોલીસ કમિશનરને નિર્દેશ પણ કર્યા છે કે રાજ્યમાં વિદેશી ફટાકડાનું વેચાણ ન થાય તેનું ધ્યાન રાખો. કલમ 144 હેઠળ જાહેરનામું બહાર પાડવા આદેશ કર્યા છે. વિદેશી ફટાકડાનું વેચાણ રોકવા માટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની અમલવારી કરવા આદેશ અપાયો છે.

ફટાકડા ફોડવાને લઇને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું

દિવાળીને લઇ રાજ્ય સરકારના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. રાત્રે 8થી 10 વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડી શકાશે. જાહેર રસ્તા, બજારો, હોસ્પિટલ જેવી જગ્યાએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવાયો છે. ફટાકડાની લુમ ફોડવા પર પ્રતિબંધ રહેશે. 125 ડેસીબલથી ઓછા અવાજના જ ફટાકડા વેચવા અને ફોડવાની મંજૂરી રહેશે. વિદેશી ફટાકડાના આયાત પર પણ પ્રતિબંધ લગાવાયો છે. કમિશનર દ્વારા જાહેરનામાનો અમલ કરાવવા સૂચના અપાઇ છે.

દિવાળીના તહેવારને લઇને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદ પો. કમિશનરે જાહેરનામામાં જણાવ્યું કે, અમદાવાદમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લૂમ ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે. 125 ડેસિબલથી વધુ અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં. હોસ્પિટલ, નર્સિંગ હોમની 100 મીટર પાસે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય નજીક ફટાકડા ફોડવા નહીં. જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. વિદેશી ફટાકડાની આયાત અને વેચાણ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. 9 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી જાહેરનામાનો અમલ કરવા આદેશ આપ્યા છે. ત્યારે ઓનલાઇન કંપનીઓને ફટકડા વેચાણ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. નાના વેપારીઓને અમદાવાદ પોલીસે રાહત આપી છે.

અમદાવાદમાં ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ 

અમદાવાદમાં ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પોલીસ કમિશનરે પ્રતિબંધ લગાવ્યો છે. ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદતા સ્થાનિક વેપારીઓએ રાહત અનુભવી છે. ઓનલાઇન વેચાણના કારણે વેપારીઓનું માર્કેટ તૂટતા નૂકસાન થતું હતું આ સ્થિતિમાં પોલીસ કમિશનરના નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે.

મહત્વનું છે કે, અહીં સરકારે તો ફટાકડા ફોડવા પર પ્રતિબંધ નથી લગાવ્યો. પરંતુ શું આપણે દીવાળી પર ફટાકડા ફોડી પ્રદૂષણ ફેલાવવું જોઈએ? શું આપણે પ્રદૂષણ ફેલાવી કોરોનાને ફેલાવવો જોઈએ? આ વસ્તુ હવે લોકોએ સમજવાની જરૂર છે. આશા રાખીએ કે, સરકારની છૂટ હોવા છતાં લોકો ફટાકડા ન ફોડી ખુદનું અને ખુદના પરિવારની સાથે અન્ય હજારો પરિવારોનું રક્ષણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ