ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટીદાર, ઠાકોર, કોળીની થશે મંત્રીમંડળમાં એન્ટ્રી! સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જોવા મળી શકે છે નવા ચહેરા

રાજકારણ / પાટીદાર, ઠાકોર, કોળીની થશે મંત્રીમંડળમાં એન્ટ્રી! સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જોવા મળી શકે છે નવા ચહેરા

Last Updated: 10:42 AM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં નવા મંત્રીમંડળની આવતીકાલે ગાંધીનગર ખાતે શપથવિધિ થનાર છે, ત્યારે આ વિસ્તરણમાં કેટલાક ચોંકાવનારા નામ સામે આવ્યા છે. જાણો નવા મંત્રીમંડળમાં કોની એન્ટ્રી થશે?

ADVERTISEMENT

Gujarat cabinet expansion : ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. દિવાળી પહેલા સરકારમાં ઘણા નવા ચહેરા જોવા મળશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિને લઈને તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

આવતીકાલે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે

ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈને સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, જેમાં આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબરે 11.30 કલાકે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. આજ સાંજ સુધીમાં અનેક મંત્રીઓ રાજીનામાં આપી દેશે. આ વખતે નવા મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળી શકે છે.

vtv app promotion

20 થી 22 સભ્યોનો સમાવેશ થઈ શકે

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળમાં 20 થી 22 સભ્યોનો સમાવેશ થઈ શકે છે.વર્તમાન મંત્રીઓ સાથે નવા મંત્રીઓનો સમાવેશ થશે. મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી યથાવત રહી શકે છે. નવા મંત્રીમંડળમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી નવા સભ્યોનો સમાવેશ થઈ શકે છે.

પટેલ, ઠાકોર અને ક્ષત્રિયનો સમાવેશ થઈ શકે

સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે, ત્યારે મંત્રી મંડળમાં 4 લેઉવા અને 2 કડવા પટેલને તો 2 ST અને 2 SC ચહેરાને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત 4 ઠાકોર-કોળી, 1 બ્રાહ્મણનો સમાવેશ થઈ શકે છે. એટલું જ નહીં પણ નવા મંત્રીમંડળમાં 2 ક્ષત્રિય ચહેરાઓ પણ જોવા મળી શકે છે.

મહાત્મા મંદિરમાં તૈયારીઓ શરૂ

શપથગ્રહણ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. મોટા ભાગના ધારાસભ્યો આજ બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી ચુકવાના છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી દ્વારા તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

વધુ વાંચો : ચર્ચાઓનો અંત! મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે CMને લઈને આવી મોટી અપડેટ

અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે

મંત્રી મંડળના વિસ્તારણની ચર્ચાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવવા માટે રવાના થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગુજરાત આવે તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શકયતા છે. જે. પી. નડ્ડા અને અમિત શાહ 17મી ઓક્ટોમ્બર શુક્રવારના રોજ ગુજરાત આવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cabinet expansion news update Gujarat cabinet expansion Big news on cabinet expansion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ