ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચર્ચાઓનો અંત! મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે CMને લઈને આવી મોટી અપડેટ

Big news / ચર્ચાઓનો અંત! મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે CMને લઈને આવી મોટી અપડેટ

Published By: Jay Bhatt

Last Updated: 08:53 AM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે, જેમાં મુખ્યમંત્રીને લઈને પણ મોટી અપડેટ સામે આવી છે.

ADVERTISEMENT

Gujarat News : છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના નવા મંત્રી મંડળને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, નવા કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સીએમને લઈને સૂત્રો પાસેથી મહત્વની મોટી અપડેટ સામે આવી છે.

CM તરીકે ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે!

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબર મહાત્મા મંદીર ખાતે સવારે 11 કલાકે નવા મંત્રીઓની શપથ વિધિ યોજાઈ શકે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે. જો કે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

vtv app promotion

તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા આદેશ

નવા મંત્રી મંડળની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ભાજપ સંગઠનનાં તમામ નેતાઓ અને તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપી દેવાયો છે. જેના પગલે હવે ગમે ત્યારે નવા મંત્રી મંડળનો ગંજીફો ચિપાય તેવી શક્યતા છે.

વધુ વાંચો : નવું મંત્રીમંડળ : દિગ્ગજ કોંગ્રેસીને સ્થાન, 3 યુવા ધારાસભ્યોને તક, હર્ષ સંઘવીને મળી શકે પ્રમોશન

અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે

મંત્રી મંડળના વિસ્તારણની ચર્ચાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવવા માટે રવાના થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગુજરાત આવે તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શકયતા છે. જે. પી. નડ્ડા અને અમિત શાહ 17મી ઓક્ટોમ્બર શુક્રવારના રોજ ગુજરાત આવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Government cabinet expansion Big news on cabinet expansion cabinet expansion of government

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ