ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવતીકાલે શપથવિધિ બાદ સાંજે કેબિનેટ બેઠક! નવા મંત્રીઓને થશે ખાતાની ફાળવણી

નવું મંત્રીમંડળ / આવતીકાલે શપથવિધિ બાદ સાંજે કેબિનેટ બેઠક! નવા મંત્રીઓને થશે ખાતાની ફાળવણી

Published By: Jay Bhatt

Last Updated: 11:20 AM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આવતીકાલે રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે નવા મંત્રીમંડળના વિસ્તરણ પછી કેબિનેટની બેઠક મળે તેવી સંભાવના છે.

ADVERTISEMENT

Gujarat cabinet expansion : ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેનું ચિત્ર આવતીકાલે 17 ઓક્ટોબર 2025ના રોજ સ્પષ્ટ થઈ જશે. નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ કેબિનેટ બેઠક પણ મળે તેવી સંભાવના છે.

નવા મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી પૂર જોશમાં

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને કેટલાક ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે, જેમાં શપથ માટે આવતીકાલે તૈયાર રહેવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં સ્થાન અપાયું હોવાની પણ માહિતી આપી હોવાનું કહેવાય રહ્યું છે.

vtv app promotion

CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાયા બાદ જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક મળી શકે છે. આ ઉપરાંત કેબિનેટ બઠકમાં જ મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ શકે છે. ખાતાની ફાળવણી બાદ મોટાભાગના નવા મંત્રીઓ ધનતેરસના શુભ દિવસે જ પોતપોતાના વિભાગોનો ચાર્જ સંભાળી લે તેવી શક્યતા છે.

ગુજરાતમાં મોટી ઉથલપાથલ જોવા મળશે

રાજ્યમાં આ બે દિવસમાં જ મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. અનેક મંત્રીઓના પત્તા કપાઈ શકે છે તો નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. ગુજરાતના રાજકારણ માટે આવતીકાલનો દિવસ નવી દિશા આપનારો છે. આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં 11.30 કલાકે શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર ધારાસભ્યો આવતીકાલે મંત્રીપદ અને ગુપ્તતાના શપથ લેશે.

પટેલ, ઠાકોર અને ક્ષત્રિયનો સમાવેશ થઈ શકે

સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે, ત્યારે મંત્રી મંડળમાં 4 લેઉવા અને 2 કડવા પટેલને તો 2 ST અને 2 SC ચહેરાને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત 4 ઠાકોર-કોળી, 1 બ્રાહ્મણનો સમાવેશ થઈ શકે છે. એટલું જ નહીં પણ નવા મંત્રીમંડળમાં 2 ક્ષત્રિય ચહેરાઓ પણ જોવા મળી શકે છે.

વધુ વાંચો : પાટીદાર, ઠાકોર, કોળીની થશે મંત્રીમંડળમાં એન્ટ્રી! સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જોવા મળી શકે છે નવા ચહેરા

અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે

મંત્રી મંડળના વિસ્તારણની ચર્ચાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવવા માટે રવાના થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગુજરાત આવે તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શકયતા છે. જે. પી. નડ્ડા અને અમિત શાહ 17મી ઓક્ટોમ્બર શુક્રવારના રોજ ગુજરાત આવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cabinet expansion news update Gujarat cabinet expansion Big news on cabinet expansion

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ