બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂટબોલ મેચ સિવાય તમામ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ / કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂટબોલ મેચ સિવાય તમામ કાર્યક્રમોનું આયોજન

Priykant Shrimali

Last Updated: 03:02 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kankaria Football Ground : ગરબા, રાજકીય સભાઓ અને જાહેર કાર્યક્રમોથી સૌથી વધુ ધમધમતું મેદાનઃ સ્થાનિકોને નામનું કારણ પણ ખબર નથી

Kankaria Football Ground : મણિનગર નજીક આવેલું ‘કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ’ શહેરના મોટા ભાગના લોકો માટે જાણીતું સ્થળ છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે, આ મેદાનને ‘ફૂટબોલ ગ્રાઉન્ડ’ નામ કેવી રીતે મળ્યું તેની ચોક્કસ માહિતી કોઈ પાસે નથી એટલું જ નહીં, સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી અહીં ફૂટબોલની મેચો રમાતી જોવા મળી નથી. આજે આ મેદાન ફૂટબોલ કરતાં વધુ ગરબા મહોત્સવો, રાજકીય સભાઓ અને વિવિધ જાહેર કાર્યક્રમો માટે ઓળખાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, મેદાન AMCની માલિકીનું છે અને નવરાત્રી સહિતના વિવિધ કાર્યક્રમો માટે ભાડે આપવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ વર્ષો પહેલાં અહીં સ્થાનિક સ્તરે ફૂટબોલ રમાતી હોવાથી કદાચ આ નામ પડ્યું હશે, જોકે તેની સત્તાવાર નોંધ ઉપલબ્ધ નથી.

આ વિસ્તારના અનેક યુવાનો કહે છે કે, તેમણે ક્યારેય આ મેદાનમાં ફૂટબોલ રમાતી જોઈ નથી. હાલમાં અહીં એકસાથે અનેક ટીમો ક્રિકેટ રમતી જોવા મળે છે. મણિનગરના રહેવાસી સયુજ થિયાએ જણાવ્યું કે, વિસ્તારમાં તમામ સુવિધાઓ ધરાવતું જાહેર ફૂટબોલ મેદાન હોવું જોઈએ. આ મેદાનમાં તો ગોલપોસ્ટ પણ નથી, જોકે ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા સામે ફૂટબોલ પસંદ કરનારા યુવાનોની સંખ્યા હજુ ઓછી છે.

ફૂટબોલ પ્રત્યે રસ ધરાવતા અન્ય એક યુવાને જણાવ્યું કે, તે મણિનગરના ટ્રાન્સસ્ટેડિયામાં ખાનગી ફૂટબોલ એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો છે. તેના મત મુજબ ફૂટબોલ વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ્સના કારણે વધુ યુવાનો આ રમત તરફ આકર્ષાઈ શકે છે.

વર્ષ 2025માં આ મેદાન ફૂટબોલના કારણે નહીં, પરંતુ ભાડા સંબંધિત વિવાદના લીધે ચર્ચામાં આવ્યું હતું. AMCમાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે નવરાત્રી માટે મેદાનો ભાડે આપવાની નીતિમાં ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. એક સંસ્થા પાસેથી 10 દિવસના ગરબા આયોજન માટે રૂ. 16.16 લાખ ભાડું લેવામાં આવ્યું હતું, જ્યારે બીજી સંસ્થાને એ જ સમયગાળા માટે માત્ર રૂ. 2 લાખમાં મેદાન ફાળવવામાં આવ્યું હતું. બેઝ રેન્ટ રૂ. 10.42 લાખ નક્કી હોવા છતાં ઓછા ભાડે ફાળવણી થતાં વિવાદ સર્જાયો હતો.

આ પણ વાંચો : ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ ખેંચાયો, સેટેલાઈટ તસવીરોમાંથી ચોમાસાના વાદળો ગાયબ

રમતગમતની સુવિધાઓ વધારવા પર તંત્રનો વિશેષ ભાર

શહેરમાં રમતગમતની સુવિધાઓ વધારવા માટે AMCએ રૂ. 58 કરોડના ખર્ચે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવ્યું છે. આશરે 43,890 ચોરસ મીટરમાં ફેલાયેલા આ સંકુલમાં આંતરરાષ્ટ્રીય ધોરણનું ફૂટબોલ મેદાન, કુદરતી ઘાસ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, 2023માં AMCએ અમદાવાદના 245 પ્લોટને રમતગમત માટેનાં મેદાન તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો હતો. પાણી સહિતની સુવિધાઓ સાથે તૈયાર થનારાં આ મેદાનોમાં ક્રિકેટ, વોલીબોલ અને ફૂટબોલ જેવી રમતો માટે જગ્યા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે, તેમાં 5,000 ચોરસ મીટરથી મોટા 53 અને નાના 192 પ્લોટનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Kankaria Football Ground Garba
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ