બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Green gram is very beneficial for health
Last Updated: 04:18 PM, 22 January 2024
ADVERTISEMENT
લીલા ચણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. લીલા ચણામાં પ્રોટીન, વિટામિન A, વિટામિન C, વિટામિન E, વિટામિન B-કોમ્પ્લેક્સ અને વિટામિન K ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે તેમા ફાયબર, ફોલેટ, ફોસ્ફરસ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો હોય છે. જે શરીરનાં સ્વાસ્થ્યને હેલ્ધી રાખે છે. જાણો સ્વાસ્થ્ય નિષ્ણાંતો ચણાનાં ફાયદા વિશે શું કહે છે.

ADVERTISEMENT
રોગપ્રતિકારક શક્તિ
લીલા ચણાનાં સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેમા વિટામિન C પૂરતા પ્રમાણમાં હોય છે. જે કોષોને ઓક્સિડેટિવ તણાવથી બચાવીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
ડાયાબિટીસ
લીલા ચણાનાં સેવનથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. લીલા ચણામાં સોલ્યુબલ ફાયબર હોય છે. જે બ્લડ શુગરનાં સ્તરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી લોહીમાં ગ્લુકોઝ અને લિપિડ પ્રોફાઇલ પર સકારાત્મક અસર પડે છે. જે ટાઈપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: ઑફિસ જતાં લોકોમાં વધી રહી છે આંખની સમસ્યાઓ, હેલ્ધી આંખો માટે અપનાવો આ 6 ટિપ્સ
પાચન
લીલા ચણાનાં સેવનથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. તેનાથી કબજિયાત જેવી સમસ્યા નથી થતી.
ADVERTISEMENT
આંખોનું સ્વાસ્થ્ય
લીલા ચણામાં વિટામિન A હોય છે. જે આંખોની રોશની વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.
યાદશક્તિ
લીલા ચણામાં હાજર એન્ટીઓક્સિડેન કોષોને થતાં ફ્રી રેડિકલનાં નુકસાનથી બચાવે છે. જેનાથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.