બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eye problems are increasing in people going to office

સ્વાસ્થ્ય / ઑફિસ જતાં લોકોમાં વધી રહી છે આંખની સમસ્યાઓ, હેલ્ધી આંખો માટે અપનાવો આ 6 ટિપ્સ

Pooja Khunti

Last Updated: 11:11 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે મોટાભાગના લોકો કોમ્પ્યુટર અને લેપટોપની સામે કામ કરે છે અને તેના કારણે લોકોને કેટલીક સમસ્યાઓનો પણ થાય છે. જેમકે આંખમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને નબળી દ્રષ્ટિ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

  • નિયમિત આંખની તપાસ કરાવો
  • કોમ્પ્યુટર સ્ક્રીનને અંતરે રાખો
  • પથારી પર સૂતી વખતે મોબાઈલ કે ટીવી ન જોવ

છેલ્લા કેટલાક વર્ષોમાં કમ્પ્યુટરની સામે લાંબા સમય સુધી બેસીને સ્ક્રીન પર કામ કરવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો આંખો પર સ્ક્રીનની અસર અને તેનાથી થતી આડઅસરો વિશે સતત સંશોધન કરી રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં મતે, કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન અને અન્ય ગેજેટ્સના ઉપયોગને કારણે આ ત્રણ મોટી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.

કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ
આ સિન્ડ્રોમમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે. જે લોકો આખો દિવસ કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરે છે, તેમને સ્પષ્ટ રીતે જોવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવા લોકોને આ સમસ્યાઓ પણ હોઈ શકે છે. 

  • નજીકની અથવા દૂરની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
  • માથાનો દુ:ખાવો અને આંખોની આસપાસ દુ:ખાવો
  • ગરદનનો દુ:ખાવો 
  • ખભામાં દુ:ખાવો
  • ઝાંખી દ્રષ્ટિ

આંખના દુ:ખાવાની ફરિયાદ
કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવાનો મોટો ગેરલાભ આંખમાં દુ:ખાવો અને તાણ છે. તેની સાથે આંખમાં બળતરા, ખંજવાળ અને અસ્પષ્ટ દ્રષ્ટિ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

ડ્રાય આઈ સિન્ડ્રોમ
કેટલાક અભ્યાસો અનુસાર, લાંબા સમય સુધી સ્ક્રીન પર જોવાથી આંખોમાં શુષ્કતા વધી શકે છે. આ સિન્ડ્રોમમાં, આંખોના દરેક ભાગમાં આંસુ અથવા પ્રવાહીનો ફેલાવો ઓછો થઈ જાય છે. આ કારણે આંખો સૂકી અને લાલ લાગે છે. આંખોમાં ખંજવાળની ​​સમસ્યા પણ વધી શકે છે.

તમારી આંખોને નુકસાનથી બચાવવા અને તેને સ્વસ્થ રાખવા માટે તમે આ પગલાં લઈ શકો છો

નિયમિત આંખની તપાસ કરાવો
તમારી આંખોની નિયમિત તપાસ કરાવો. આનાથી તમારા માટે આંખને લગતી સમસ્યાઓની સમયસર સારવાર મેળવવામાં સરળતા રહેશે.

કોમ્પ્યુટર સ્ક્રીનને અંતરે રાખો
કમ્પ્યુટર સ્ક્રીનની ખૂબ નજીક કામ કરશો નહીં. આંખો અને સ્ક્રીન વચ્ચે 20-28 ઇંચનું અંતર રાખો અને સ્ક્રીનને આંખના સ્તરથી 2-3 ઇંચ નીચે રાખો.

વાંચવા જેવું: 15 દિવસમાં જ ચરબી ગાયબ! ખાલી પેટ આ બીજ ખાવાથી શરીરને થાય છે અદભુત ફાયદા

આરોગ્યપ્રદ ખોરાક
આંખોને સ્વસ્થ રાખવા અને દ્રષ્ટિ સુધારવા માટે કેટલાક ખોરાકનું સેવન વધુ સારું અને ફાયદાકારક માનવામાં આવે છે. આ ખોરાકમાં મળતા પોષક તત્વો આંખો માટે ફાયદાકારક છે. 

ઝીક 
ચણા, દહીં અને લાલ માંસનું સેવન કરી શકાય છે.

વિટામિન A 
ગાજર, સફરજન, પાલક અને શક્કરિયા ખાઓ.

વિટામિન C 
ખાટાં ફળો, બ્રોકોલી, સ્ટ્રોબેરી અને આમળા ખાઓ .

વિટામિન E 
મગફળી, એવોકાડો અને સૂર્યમુખીના બીજ ખાઓ.

આંખના સ્વાસ્થ્ય માટે સારી ઊંઘની ટિપ્સ

  • સૂતા પહેલા રૂમનું તાપમાન તપાસો. તે ન તો ખૂબ ઠંડુ હોય કે ન તો ખૂબ ગરમ.
  • પથારી પર સૂતી વખતે મોબાઈલ કે ટીવી ન જોવ.
  • દરરોજ વ્યાયામ કરો. જો સવારે શક્ય ન હોય તો રાત્રે સૂતા પહેલા થોડો સમય કસરત કરો.
  • દરરોજ સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરો.
  • ચા-કોફીનું સેવન ઓછું કરો.
  • દારૂનું સેવન ન કરો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ