બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / great benefits of sitting on ground there will be improvement in posture

Health Tips / જમીન ઉપર બેસવાના છે 5 ચમત્કારિક લાભ, મગજ રહેશે હેલ્ધી, નેગેટિવિટી રહેશે દૂર, ફાયદા જાણીને દંગ રહી જશો

Bijal Vyas

Last Updated: 11:59 AM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્મ સમયે બાળકનું ઓછું વજન વિકાસમાં વિલંબ, જન્મ સમયે જટિલતાઓ અને ભવિષ્યમાં સ્વાસ્થ્ય સમસ્યાઓની શક્યતાઓ વધારે છે.

  • જમીન પર બેસીને કામ કરવું એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે
  • નિયમિતપણે ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ જમીન પર બેસવું જોઈએ
  • જમીન પર બેસવાથી શરીરમાં ફ્લેક્સિબિલિટી આવે છે

Benefits Of Sitting On Floor: અત્યારના લોકો ખુરશી પર બેસવાને વધુ મહત્વ આપે છે, પરંતુ જમીન પર બેસવાના ફાયદા તમે જાણીને નવાઇ પામશો. જી હા, જમીન પર બેસીને કામ કરવું એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. જો કે આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકો ઊભા રહીને કે ખુરશી પર બેસીને જમે છે, પરંતુ પહેલા ખોરાક હંમેશા હળવાશથી ખાવામાં આવતો હતો. એટલું જ નહીં અગાઉ જમીન પર બેસીને શિક્ષણ પણ મેળવવામાં આવતુ હતું. પરંતુ આજે લાઇફસ્ટાઇલ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આનું એ પરિણામ આવ્યું છે કે, સારો માણસનું શરીર પણ રોગોનું ઘર બની ગયુ છે. ઉલ્લેખનીય છે કે, જમીન પર બેસવાથી ન માત્ર શરીરમાં લચીલાપણું આવે છે, પરંતુ મનમાંથી નકારાત્મકતા પણ ઓછી થાય છે. આવો, જાણીએ જમીન પર બેસવાના ચમત્કારી લાભ વિશે....

1. દૂર થશે નેગેટિવિટી
જમીન પર બેસવાથી મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો વ્યક્તિમાં નકારાત્મકતા હોય તો તે હતાશ થઈ શકે છે. આવી સ્થિતિમાં નકારાત્મકતાઓને ઓછી કરવી જરૂરી છે. આ માટે, તમારે નિયમિતપણે ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ જમીન પર બેસવું જોઈએ.

Topic | VTV Gujarati

2. શરીરમાં ફ્લેક્સિબિલિટી
જમીન પર બેસવાથી શરીરમાં ફ્લેક્સિબિલિટી આવે છે. કારણ કે જમીન પર બેસવા અને ઉઠવાથી શરીરના સાંધાઓ પર તાણ આવે છે. આ સ્નાયુઓને સક્રિય કરે છે. જમીન પર બેસવું અને પછી કોઈ કામ પરથી ઊઠવું એ પણ એક પ્રકારની કસરત બની જાય છે. આવું નિયમિત કરવાથી શરીરમાં લચીલાપણું આવે છે.

3. મગજને રાખે છે હેલ્દી
જમીન પર બેસવું અને પછી ઉઠવું એ એક પ્રકારની કસરત છે. આમ કરવાથી પદ્માસન અને સુખાસન જેવા લાભ થાય છે. આને નિયમિત કરવાથી મગજ સ્વસ્થ રહે છે. જો તમને કોઈ કામ કે અભ્યાસમાં રસ ન હોય તો જમીન પર બેસવાની આદત કેળવો. આમ કરવાથી તમારી યાદશક્તિ પણ મજબૂત થશે.

4. પોશ્ચરને સુધારો
જમીન પર નિયમિત બેસવાથી શરીરની મુદ્રા સુધરે છે. જો તમે દરરોજ 15-20 મિનિટ જમીન પર બેસો છો, તો સ્નાયુઓ અને સાંધાઓ પર વધુ ભાર આવશે. આ સારી મુદ્રા મેળવવામાં મદદ કરશે. જો તમે ઇચ્છો તો, તમે વધુ સમય માટે પણ આ કરી શકો છો, પરંતુ તે નિયમિત કરવુ જરૂરી છે.

Benefits of Sitting on Floor While Eating | પરિવાર સાથે જમીન પર બેસીને  જમવું પણ છે બેસ્ટ એક્સરસાઈઝ, મળશે આવા ફાયદા

5. પાચન તંત્રમાં થશે સુધાર
પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જમીન પર બેસવું પણ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, તમારે જમીન પર બેસીને ખોરાક ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી પાચન સંબંધી તમામ સમસ્યાઓ સુધરી જશે. આ માટે સારું છે કે તમે ઓછામાં ઓછા 10-15 મિનિટ જમીન પર બેસો. પેટ સંબંધિત સમસ્યાઓ પણ આનાથી દૂર થશે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ