બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / golgappa shake video went viral on social media

આતો હદ થઈ ગઈ / વાયરલ થયો 'પાણી-પુરી શેક'નો વીડિયો, ભડકેલા લોકોએ કહ્યું- આવા દુકાનદારને તો દુનિયામાંથી જ ભગાડો

Arohi

Last Updated: 05:24 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર પાણીપુરી શેકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • વાયરલ થઈ રહ્યો છે પાણી પુરી શેકનો વીડિયો 
  • યુઝર્સ જોઈને આપી રહ્યા આવા કમેન્ટ્સ 
  • વીડિયો જોઈને તમે ટ્રાય કરશો?

સોશિયલ મીડિયા પર પાછલા થોડા દિવસોથી વીયર્ડ ફૂડ કોમ્બિનેશન્સથી જોડાયેલા વીડિયોઝનું પુર આવી ગયું છે. દેશમાં ઉટપટાંગ રેસિપી તૈયાર કરવા માટે કોઈ પ્રતિયોગિતા ચાલી રહી હોય તેમ સ્ટ્રીટ વેન્ડર્સ આઈકોનિક ફૂડ્સની સાથે તમામ એવા પ્રયોગ કરે છે. ક્યારેક વડાપાઉં આઈક્રીમ રોલ, તો ક્યારેક મેગી વાળી પાણીપુરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અને હવે ગોલપપ્પા શેક એટલે કે પાણીપુરી શેકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ લોકોને ઉલ્ટી આવી રહી છે. 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કો એક વેન્ડર પાણીપુરી શેર બનાવતો જોવા મળી રહ્યો છે. આ શખ્સ પહેલા તો મિક્સરના જારમાં અમુક પાણીપુરી નાખે છે. ત્યાર બાદ તેમાં મેશ કરેલા બટાકા, ખાટ્ટુ અને મીઠુ પાણી નાખીને શેક તૈયાર કરે છે. ત્યાર બાદ ગ્લાલમાં નાખીને પાણીપુરીના ટૂકડાની સાથે ગાર્નિશ કરી તેને સર્વ કરે છે. આ અતરંગી રેસિપીને જોઈને જ તમારૂ દિમાગ કામ નહીં કરે.   

જુઓ વીડિયો 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aiyushi (@foodie_blest)

આ અજીબો ગરીબ પાણીપુરી શેકનો વીડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર foodie_blest નામના એકાઉન્ટ પર શેર કર્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે. "શું લાગે છે કેવું હશે?" 9  ફેબ્રુઆરીએ શેર કરવામાં આવેલો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી 7 હજારથી વધારે લોકો તેને લાઈક કરી ચુક્યા છે. જોકે આ વીડિયોને જોઈને બધા આ વેન્ડરની ખૂબ ટીકા કરી રહ્યા છે. 

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ ઉલ્ટી કરવા માટે બેગ આપશો કે અમારે જ સાથે લઈને આવવું પડશે. ત્યાં જ બીજા યુઝરનું કહેવું છે કે તેને જોતા જ મને ઉલ્ટી આવી રહી છે. આજ રીતે એક અન્ય યુઝરે કમેન્ટ કર્યો કે વેન્ડર કંઈ પણ કરી શકે છે ભાઈ. આવા લોકોને દુનિયાથી ભગાવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ