બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Gehlot told PM Modi on the platform, he gets respect abroad because of Gandhiji

માનગઢ / ગેહલોતે PM મોદીને મંચ પર જ કહ્યું, ગાંધીજીના લીધે તેમને વિદેશમાં સન્માન મળે છે

Megha

Last Updated: 04:16 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના દેશોની મુલાકાતે જાય છે ત્યારે એમને ત્યાં ખૂબ સન્માન આપવામાં આવે છે અને આ સન્માન એટલા માટે છે કારણ કે આ ગાંધીનો દેશ છે. - અશોક ગેહલોત

  • નરેન્દ્ર મોદી વિશ્વના દેશોની મુલાકાતે જાય ત્યાં ખૂબ સન્માન આપવામાં આવે છે 
  • દેશમાં લોકશાહીના મૂળ મજબૂત હોવાની સાથે સાથે ઘણા ઊંડા પણ છે
  • રાજ્ય સરકારે આદિવાસીઓ માટે ઘણું કામ કર્યુંઃ ગેહલોત

પીએમ મોદીની માનગઢ ધામથી એક સાથે ત્રણ રાજ્યો રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસીઓનું સંબોધન કર્યું હતું.  માનગઢ ધામ એ વિસ્તાર છે જેની આસપાસ ગુજરાત અને મધ્યપ્રદેશની 99 વિધાનસભા બેઠકો પર આદિવાસી સમુદાયનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. જેમાં રાજસ્થાનમાં 25, ગુજરાતમાં 27 અને મધ્ય પ્રદેશમાં 47 વિધાનસભા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ પ્રસંગે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ત્રણ રાજ્યોના સીએમ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે માનગઢ ધામ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર એક પહાડી પર આવેલું છે. મધ્યપ્રદેશની સરહદો પણ ધામથી જોડાયેલી છે.

દેશમાં લોકશાહીના મૂળ મજબૂત હોવાની સાથે સાથે ઘણા ઊંડા પણ છેએ સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે આપણા દેશમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના દેશોની મુલાકાતે જાય છે ત્યારે એમને ત્યાં ખૂબ સન્માન આપવામાં આવે છે અને આ સન્માન એટલા માટે છે કારણ કે તે એ દેશના પ્રધાનમંત્રી છે જે ગાંધીનો દેશ હતો. ભારત દેશમાં 70 વર્ષથી લોકશાહી જીવતું છે. ગયા 70 વર્ષમાં આપણો દેશ ક્યાંથી ક્યાં પંહોચી ગયો છેપહેલા આપણે ગુલામીની સાંકળોથી બંધાયેલા હતા અને આજે આપણી વાર્તાઓ કહેવાઈ અને વંચાઈ રહી છે. આપણા દેશમાં લોકશાહીના મૂળ મજબૂત હોવાની સાથે સાથે ઘણા ઊંડા પણ છે. જ્યારે દુનિયાને ખબર પડે છે કે એ ગાંધીના દેશના પ્રધાનમંત્રી એમના દેશમાં આવી રહ્યા છે ત્યારે એમને પણ ઘણો ગર્વ મહેસુસ થાય છે. 

મોદીની સભામાં અશોક ગેહલોતે પંડિત નેહરુને યાદ કર્યા 
માનગઢની સભાને સંબોધતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પંડિત જવાહર નેહરુને યાદ કરતાં કહ્યું હતું કે 'સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓનું બહુ મોટું યોગદાન રહ્યું છે અને ઘણા આદિવાસી નેતાઓએ બલિદાન આપ્યા. અહિયાં ઘણા ફ્રીડમ ફાઇટરનો જન્મ થયો છે. ભીખાલાલ ભાઈ, માણિક્ય લાલ વર્મા, ભોગીલાલ પંડ્યા અને ઉપાધ્યાય જી સહિત ઘણા લોકો હતા જેમને સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો. આપણએ બધા ઇતિહાસ જાણીએ છીએ કે ગોવિંદ ગુરુ ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા હતા. જે આઝાદીની લડાઈ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવી હતી તેમાં ઘણા લોકો જેલમાં રહ્યા હતા અને તેમાં પંડિત જવાહરલાલ નેહરુને પણ 10 વર્ષની જેલ થઈ. એ સમયે સરદાર પટેલ અને મૌલાના આઝાદ પણ જેલમાં રહ્યા હતા.

રાજ્ય સરકારે આદિવાસીઓ માટે ઘણું કામ કર્યુંઃ ગેહલોત
આગળ સંબોધનમાં એમને જણાવ્યું હતું કે 'રાજસ્થાન સરકારે આદિવાસીઓના વિકાસ માટે ઘણું કામ કર્યું છે. કોઈપણ સમાજને આગળ વધારવા માટે ત્યાં શિક્ષણનો પ્રસાર કરવો ખૂબ જ જરૂરી છે અને રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં ઘણી શાળાઓ અને કોલેજો ખોલી છે, આ સાથે જ એક યુનિવર્સિટી પણ ખોલવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં આરોગ્ય સેવાઓ પણ નોંધપાત્ર રીતે વિસ્તરી છે. દેશની આઝાદીમાં આદિવાસીઓના બલિદાનને ભૂલી શકાય તેમ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ