બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / gaja lakshmi vrat 2022 maa lakshmi vrat significance date and shubh muhurat and pujan vidhi

આરાધના / મનોકામના થશે પૂર્ણ: માં લક્ષ્મીનું આ વ્રત કરવાથી વધશે સમૃદ્ધી, સોનુ ખરીદવાથી થશે મહાલાભ

Premal

Last Updated: 12:44 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધન અને વૈભવની દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આઠમની તિથિથી મહાલક્ષ્મી વ્રતની શરૂઆત થાય છે, જે 16 દિવસ સુધી ચાલે છે.

  • માં લક્ષ્મીનું આ વ્રત છે ખૂબ જ ખાસ
  • વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી દરેક સુખની થાય છે પ્રાપ્તિ
  • ભક્તોની સર્વે મનોકામનાઓ થાય છે પૂર્ણ

17 સપ્ટેમ્બરે છે ગજ લક્ષ્મી વ્રત 

દર વર્ષે ભાદરવાના શુક્લ પક્ષની આઠમની તિથીના રોજ રાધાષ્ટમીનુ પર્વ મનાવવામાં આવે છે અને આ દિવસથી મહાલક્ષ્મી વ્રતની શરૂઆત થાય છે. આ વખતે મહાલક્ષ્મી વ્રત 3 સપ્ટેમ્બરથી શરૂ થયુ હતુ અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ 16 દિવસનુ વ્રત માં લક્ષ્મીને સમર્પિત હોય છે. જેના છેલ્લા દિવસે ગજ લક્ષ્મી વ્રત રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આસો મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ ગજ લક્ષ્મી વ્રત રાખવામાં આવશે. જે આ વખતે 17 સપ્ટેમ્બરે છે અને 18 સપ્ટેમ્બરેે વ્રતનુ ઉત્થાપન કરવામાં આવે છે. 

ગજ લક્ષ્મી વ્રત કરવાથી ભક્તોની સર્વે મનોકામના થાય છે પૂર્ણ

ધાર્મિક માન્યતા છે કે ગજ લક્ષ્મી વ્રતના દિવસે માં લક્ષ્મી હાથી પર બિરાજમાન થઇને આવે છે. આ દરમ્યાન માં લક્ષ્મીની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી અને વ્રત વગેરે કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માં લક્ષ્મીની કૃપા પ્રાાપ્ત થાય છે. આવો જાણીએ મહાલક્ષ્મી વ્રત અંગે અમુક જરૂરી વાતો.     

ગજ લક્ષ્મી વ્રતનુ મહત્વ 

ગજ લક્ષ્મી વ્રત માં લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ધનની દેવી માં લક્ષ્મીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. 16 દિવસના માં લક્ષ્મીના વ્રતનો આ છેલ્લો દિવસ હોય છે. આ દિવસે રાત્રિના સમયે ચંદ્રને વંદન કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખનારા જાતકોને અન્ન ગ્રહણ કરવાનુ હોતુ નથી. તેનાથી પ્રસન્ન થઇને માં લક્ષ્મી પોતાની કૃપા વરસાવે છે. આ દિવસે વ્રત કરવાથી જાતકને સુખ-સમૃદ્ધી, ધન-ધાન્ય, સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. 

આ દિવસે સોનુ ખરીદવુ શુભ મનાય છે 

ધનની દેવી માં લક્ષ્મીને લઇને માન્યતા છે કે જે પણ જાતક પોતાના સાચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે માં લક્ષ્મીની પૂજા કરે છે, તેઓ રંકમાંથી રાજા બની જાય છે. ધાર્મિક માન્યતા છે કે ગજ લક્ષ્મી વ્રતના દિવસે સોનુ ખરીદવુ શુભ માનવામાં આવ્યું છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે સોનુ ખરીદવાથી તેમાં 8 ગણી વધારે વૃદ્ધી થાય છે. આ દિવસે ગજ લક્ષ્મી વ્રત 17 સપ્ટેમ્બરે છે, જેને મહાલક્ષ્મી વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે. આ 16 દિવસના વ્રતનુ ઉત્થાપન 17મા દિવસે કરવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ