બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / from october 1st 8 big changes in rules know more

તમારા કામનું / 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 8 મોટા બદલાવ! ગેસ સિલિન્ડરથી લઈને CNGના ભાવોમાં થઈ શકે છે ફેરફાર

Arohi

Last Updated: 12:05 PM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે 1 ઓક્ટોબરથી દેશમાં આઠ મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે. આની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તેને જાણીલેવું તમારા માટે ખૂબજ જરૂરી છે.

  • 1 ઓક્ટોબરથી થશે આ મોટા 8 ફેરફારો 
  • જેની તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
  • આ ફેરફારો તમારા માટે જાણી લેવા ખૂબ જરૂરી 

આ વર્ષે 1 ઓક્ટોબરથી દેશમાં આઠ મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે. આની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કરનારા ટેક્સપેયર્સ 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે નહીં. સાથે જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નિયમો પણ બદલાશે. 

આ સિવાય ઓનલાઈન ખરીદી માટે કાર્ડને બદલે ટોકનનો ઉપયોગ કરવામાં આવશે. અહીં અમે તમને એવા આઠ મહત્વપૂર્ણ ફેરફારો વિશે જણાવી રહ્યા છીએ જેની અસર તમારા ખિસ્સા પર પડી શકે છે.

ટેક્સ પેયર્સ નહીં ઉઠાવી શકે અટલ પેન્શન યોજનાનો લાભ 
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે નહીં. એટલે કે જે લોકોની આવક 2.50 લાખ રૂપિયાથી વધુ છે તેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકશે નહીં. હાલના નિયમો અનુસાર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક સરકારની આ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે. પછી ભલે તે આવકવેરો ભરે કે ન ભરે. આ યોજના હેઠળ દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળે છે.

કાર્ડને બદલે ટોકનથી ખરીદી
RBIની સૂચના મુજબ કાર્ડ પેમેન્ટ માટે ટોકન સિસ્ટમ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. તેના લાગુ થયા પછી વેપારીઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ અને પેમેન્ટ ગેટવે ગ્રાહકોની કાર્ડ સાથે જોડાયેલી માહિતી પોતાની પાસે સ્ટોર કરી શકશે નહીં. તેનો હેતુ ઓનલાઈન બેંકિંગ ફ્રોડને અટકાવવાનો છે.

મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન જરૂરી
માર્કેટ રેગ્યુલેટર સેબીના નવા નિયમો અનુસાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો માટે 1 ઓક્ટોબરથી નોમિનેશનની માહિતી આપવી ફરજિયાત બનશે. આમ ન કરનાર રોકાણકારોને એક ઘોષણા ફોર્મ ભરવું પડશે અને નોમિનેશનની સુવિધાનો લાભ ન ​​લેવાની જાહેરાત કરવી પડશે.

નાની બચત યોજનાઓ પર વધુ વ્યાજ 
રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યા બાદ બેંકોએ સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ વધાર્યું છે. આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસની RD, KCC, PPF અને અન્ય નાની બચત યોજનાઓ પર વ્યાજ વધી શકે છે. નાણા મંત્રાલય 30 સપ્ટેમ્બરે આની જાહેરાત કરશે. આમ કરવાથી નાની બચત પર પણ વધુ વ્યાજ મળી શકે છે.

ડીમેટ ખાતામાં ડબલ વેરિફિકેશન
માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ ડીમેટ ખાતાધારકોની સુરક્ષા માટે 1 ઓક્ટોબરથી ડબલ વેરિફિકેશનનો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં ડીમેટ ખાતા ધારકો ડબલ વેરિફિકેશન પછી જ લોગ-ઈન કરી શકશે.

ગેસ સિલિન્ડર થઈ શકે સસ્તો 
એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં ઘટાડાના કારણે આ વખતે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા છે.

એનપીએસમાં ઇ-નોમિનેશન ફરજિયાત
PFRDAએ તાજેતરમાં સરકારી અને ખાનગી અથવા કોર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓ બંને માટે ઈ-નોમિનેશનની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 1 ઓક્ટોબર, 2022થી લાગુ થશે. નવી NPS ઈ-નોમિનેશન પ્રક્રિયા મુજબ, નોડલ ઑફિસ પાસે NPS ખાતાધારકની ઈ-નોમિનેશન વિનંતી સ્વીકારવા અથવા નકારી કાઢવાનો વિકલ્પ હશે. જો નોડલ ઓફિસ તેની ફાળવણીના 30 દિવસની અંદર વિનંતી સામે કોઈ કાર્યવાહી શરૂ નહીં કરે, તો ઈ-નોમિનેશન વિનંતી સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સીઓ (CRAs)ની સિસ્ટમમાં સ્વીકારવામાં આવશે.

CNGના ભાવમાં થઈ શકે છે વધારો 
આ અઠવાડિયે સમીક્ષા બાદ નેચરલ ગેસના ભાવ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી શકે છે. કુદરતી ગેસનો ઉપયોગ વીજળી ઉત્પાદન, ખાતર અને વાહનો માટે સીએનજી બનાવવા માટે થાય છે. દેશમાં ઉત્પાદિત ગેસની કિંમત સરકાર નક્કી કરે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

CNG Changes LPG Rules october 1st તમારા કામનું october 1st
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ