ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Fraud of thousands of rupees in the name of VIP mobile number in Surat
ADVERTISEMENT
ADVERTISEMENT
આપણે નવી કાર કે નવુ ટુ વ્હિલર ખરીદીએ તો તેની નંબર પ્લેટમાં આપણી ચોઇસનો નંબર લેવા માટે મન માગ્યા પૈસા આપીએ છીએ. તેવી જ રીતે ફોન નંબરમાં પણ વીઆઇપી નંબર અને લકી નંબર આવા ટેગ આપીને આપણે જ તે પ્રકારનો નંબર મેળવવા માટે મોં માગ્યા પૈસા આપવા તૈયાર થઇ જઇએ છીએ. ત્યારે આવી જ રીતે યુવકને મોબાઇલનો વીઆઇપી નંબર આપવાનું કહીને આરોપીએ 41 હજાર ખંખેરી લીધા.
વીઆઇપી નંબરની લ્હાયમાં ખંખેર્યા હજારો રૂપિયા
ADVERTISEMENT
વાત છે સુરતના કાપોદ્રા વિસ્તારની. સોશિયલ મીડિયામાં એક યુવકે મોબાઇલનો વીઆઇપી નંબર મેળવવાની જાહેરાત જોઇ હતી. તેની પર સંપર્ક કરતા આરોપીએ નંબર આપવાના બહાને અલગ અલગ રીતે રૂપિયા પડાવ્યા. નંબર માટે પહેલા 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા ત્યારપછી સિમકાર્ડ માટે 7 હજાર ટ્રાન્સફર કરાવડાવ્યા. વળી પાછુ વીઆઇપી નંબરમાં ઓફર ફરજિયાત લેવાનું કહીને 4 હજાર 999 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. આમ આવી રીતે અલગ અલગ ચાર્જના નામે કુલ 41 હજાર 838 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. અંતે યુવકને ખ્યાલ આવતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી.

ADVERTISEMENT
વડોદરામાં સાયબર ક્રાઇમની ઘટના
વડોદરામાં સાઈબર ક્રાઈમની વધુ એક ઘટના સામે આવી. ડોલરમાં વિદેશી રોકાણ કરીને ઊંચું વળતર આપવાની ગ્લોબલ કોઈન એજ હબ નામની વેબસાઇટ પરથી લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવી હતી. વિદેશી મહિલાઓ ટેલીગ્રામથી સંપર્ક કરીને રોકાણ કરવા લાલચ આપતી હતી.જેમાં વડોદરાના રાકેશભાઈ અને તેમના મિત્રોએ 20 થી 30 લાખ ગુમાવ્યા. સાયબર ક્રાઈમમાં ફરિયાદ થતાં વેબસાઈટનું ડોમીન ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વનું છે કે આ કેસમાં સાયબર ક્રાઇમ પણ કોઈ કડી ના મેળવી શક્યું અને અરજદારને અરજી પાછી ખેચવા કહ્યું હતું. હાલ તો આખા દેશમાંથી 300 થી 400 કરોડનું રોકાણ હોવાની શંકા વ્યકત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ