બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Former Congress MLA Vasant Bhatol will return to BJP

રાજનીતિ / 2007માં ભાજપના ધારાસભ્ય બન્યા, 2012માં ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા, આજે આ દિગ્ગજ નેતા કરશે 'ઘરવાપસી'

ParthB

Last Updated: 09:32 AM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના વધુ એક પૂર્વ MLA કેસરિયો ખેસ ધારણ કરશે.

  • ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો
  • પૂર્વ ધારાસભ્ય આજે કોંગ્રેસ સાથે છેડો ફાડશે
  • પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ભાજપમાં જોડાશે

 આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજનારા છે. ત્યારે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ પલટો કરવામાં આવી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને પક્ષ પલટામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, કાર્યકરો BJPમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી મોટી વિકેટ પડી છે ત્યારે ભાજપમાં જોડાવવાનો આ સીલસીલો સતત ચાલી રહ્યો છે. ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તાજેતરમાં જ ભાજપમાં વિધીવત રીતે જોડાયા છે. ત્યારે વધુ એક પૂર્વ ધારાસભ્ય આજે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં પરત ફરશે 

વસંત ભટોળ આજે ગાંધીનગર કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કરશે 

દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કરશે. હાલ વસંત ભટોળ બનાસકાંઠાથી 50 જેટલી બસોમાં સમર્થકો સાથે બનાસકાંઠાથી ગાંધીનગર જવા રવાના થઈ ચુક્યા છે. મહત્વનું છે કે, વસંત ભટોળ 2007માં દાંતા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયા હતાં. ત્યારબાદ વર્ષ 2012માં ટિકિટ ન મળતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતાં. વસંત ભટોળ બનાસબેંકના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે. મહત્વનું છે કે, 2019માં કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા


 
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Vasant Bhatol gujarat politics ગુજરાત ગુજરાતી ન્યૂઝ રાજકારણ રાજનીતિ વસંત ભટોળ politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ