બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:40 PM, 1 February 2024
ADVERTISEMENT
વનરક્ષકની ભરતી પરીક્ષાને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે, આ ભરતી પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે. આજથી વનરક્ષક પરીક્ષા ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.પરીક્ષાના સમય સુધી ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. https://ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
OJASની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરાશે
વનરક્ષકના પરીક્ષાર્થીઓ ojas.gujarat.gov.inની વેબસાઈટ પર જઈને પોતાની જન્મ તારીખ તેમજ કેન્ફર્મશન નંબર નાંખવાના રહેશે. જે બાદ ઉમેદવારો પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે
ADVERTISEMENT
વાંચવા જેવું: કચ્છમાં આવકવેરા વિભાગનો સપાટો: 20થી વધુ ટીમોએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ
5200 ભરતીની જાહેરાત
ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓમાં પણ વધારો કરાયો હતો. જે 4300થી વધારીને 5200 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી હતી.
મંડળ દ્વારા તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 532 જગ્યાઓ પૈકી કમાંક-8 સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી (ICDS)ની કુલ 1 જગ્યા બિનઅનામત (સામાન્ય) તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.