બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Search operation of income tax department in Gandhidham Kutch
Vishal Khamar
Last Updated: 04:00 PM, 1 February 2024
ADVERTISEMENT
કચ્છમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગાંધીધામના બે મોટા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તાની ઓફીસ સહિત રહેણાંક સ્થલો પર આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીધામનાં ટ્રાન્સપોર્ટરોને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. શ્રી રામ સોલ્ટ અને કિરણ રોડ લાઈન્સમાં પણ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
20 થી વધુ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
કચ્છમાં આઈટી દ્વારા 25 થી વધુ જગ્યાઓ પર ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 20 થી વધુની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા કચ્છનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે દિનેશ ગુપ્તા, મહેશ ગુપ્તા તેમજ સુરેશ ગુપ્તાને ત્યાં આઈટી દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં અનેક બેનામી વ્યવહારો મળવાની શક્યતાઓ છે.
વધુ વાંચોઃ ક્યાંક માવઠું તો ક્યાંક ભૂકંપ... ગુજરાતમાં ગુલાબી ઠંડી વચ્ચે આ શું થયું? પાકને નુકસાનની ભીતિ
રેડને પગલે મીઠાના વેપારીઓમાં ભય
કચ્છમાં ઈન્કમટેક્ષ દ્વારા હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં ગાંધીધામનાં બે મોટા ઉદ્યોગપતિઓ તેમજ કચ્છમાં આવેલા અન્ય મીઠાના વેપારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આઈટીની રેડને પગલે કરોડોનું ટર્ન ઓવર ધરાવતા મીઠાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વહેલી સવારે આઈટી દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં 20 કરતા વધારે ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.