બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / For this reason, Kareena Kapoor Khan wants to go to Pakistan, Know the stories of Bebo's life on his birthday.

બર્થડે સ્પેશ્યલ / આ કારણોસર પાકિસ્તાન જવા માંગે છે કરીના કપૂર ખાન, છોકરા માટે તોડ્યું હતું તાળું... જન્મદિવસ પર જાણો બેબોની લાઈફના કિસ્સા

Megha

Last Updated: 11:21 AM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

kareena kapoor khan : કરીના કપૂર ખાને એક વાતચીતમાં કહ્યું હતું કે, 'મને ઘણી વખત પાકિસ્તાન જવાનું મન થાય, લાહોરથી ઘણી વખત ફોન પણ આવ્યા છે કારણ કે સૈફનો આખો પરિવાર ત્યાં છે.'

  • કરીના કપૂર ખાનનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઈમાં થયો હતો
  • કરીનાને તેના નિવેદનોને કારણે  ઘણી વખત ટ્રોલ કરવામાં આવી છે
  • 'મને ઘણી વખત પાકિસ્તાન જવાનું મન થાય છે' - કરીના કપૂર

kareena kapoor khan : બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી કરીના કપૂર ખાનનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઈમાં થયો હતો અને તે આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. કરીનાએ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે અને ઘણી હિટ ફિલ્મો પણ આપી છે.  કરીનાને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે તો બીજી તરફ તેને ઘણી વખત ટ્રોલ કરવામાં આવી છે. 

પાકિસ્તાન જવાનું મન થાય છે...- કરીના કપૂર
ફિલ્મ બજરંગી ભાઈજાનમાં પાકિસ્તાન કનેક્શન બતાવવામાં આવ્યું હતું જ્યાં પવન (સલમાન ખાન) 'મુન્ની' પાકિસ્તાન છોડવા માટે જાય છે. એ ફિલ્મના રિલીઝ સમયે કરીના કપૂર ખાને એક વાતચીતમાં કહ્યું હતું કે, 'મને ઘણી વખત પાકિસ્તાન જવાનું મન થાય, લાહોરથી ઘણી વખત ફોન પણ આવ્યા છે કારણ કે સૈફનો આખો પરિવાર ત્યાં છે. હું ચોક્કસપણે જવા માંગુ છું, ખાસ કરીને ખાવા માટે... કારણ કે મને પાકિસ્તાનમાં જે પ્રકારનું ફૂડ ઉપલબ્ધ છે તેનો મને શોખ છે, હું અને સૈફ ત્યાં કોઈક વખત જઈશું.'

એક છોકરાણએ કારણે બબીતાના રૂમનું તાળું તોડી નાખ્યું હતું
એક અહેવાલ મુજબ કરીનાએ બાળપણમાં તેની માતા બબીતાના રૂમનું તાળું તોડી નાખ્યું હતું અને તેનું કારણ એક છોકરો હતો. વાસ્તવમાં 15 વર્ષની ઉંમરે કરીનાને એક સ્કૂલ ફ્રેન્ડ ગમવા લાગ્યો હતો. જોકે, જ્યારે કરીનાની માતાને ખબર પડી ત્યારે તેણે કરીનાનો ફોન પોત પાસે રાખી લીધો હતો. એકવાર જ્યારે બબીતા જમવા ગઈ હતી ત્યારે કરીનાએ ચાકુની મદદથી રૂમનું તાળું તોડીને ફોન લઈને છોકરાને મળવા ગઈ હતી. એવું કહેવાય છે કે બબીતા આનાથી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે કરીનાને બોર્ડિંગ સ્કૂલ મોકલી હતી.

કરીના કપૂરની નેટ વર્થ
કરીનાની ગણતરી બોલિવૂડની એ-લિસ્ટ અભિનેત્રીઓમાં થાય છે. એક અહેવાલ મુજબ કરીના કપૂરની કુલ સંપત્તિ લગભગ $60 મિલિયન છે. અભિનેત્રી દર વર્ષે 10-12 કરોડ રૂપિયાની કમાણી કરે છે. કરીનાના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે Mercedes Benz-S Class, Audi-R8, Lexus LX 470, Land Rover Defender અને Range Rover Vogue જેવી કાર છે. રિપોર્ટ અનુસાર, કરીના એક ફિલ્મ માટે 8-10 કરોડ રૂપિયા લે છે.

કરીના કપૂરનું બોલિવૂડ ડેબ્યૂ
ફિલ્મ રેફ્યુજીથી થયું હતું પરંતુ શું તમે જાણો છો કે કરીનાની ડેબ્યૂ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી રિતિક રોશન સાથે થવાની હતી.કરીનાએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું, પરંતુ કેટલાક કારણોસર કામ ન થયું અને તેણે ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી. રાકેશ રોશને એક ઈન્ટરવ્યુમાં આનું કારણ બબીતાની દખલગીરી હોવાનું જણાવ્યું હતું. જો કે કરીનાની બહાર નીકળ્યા બાદ અમીષા પટેલે આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Bollywood Star Kareena Kapoor Khan Kareena Kapoor Khan Birthday કરીના કપૂર ખાન કરીના કપૂર ખાન બર્થડે kareena kapoor khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ