બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

VTV / ગુજરાત / અમદાવાદ / Five ITIs will be set up at Ahmedabad Vadodara Rajkot Surat and Dahod

BREAKING / સ્કીલ ડેવલપમેન્ટ માટે ભૂપેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય: આ જિલ્લાઓમાં પાંચ મેગા આઈટીઆઈનું થશે નિર્માણ, જાણો શું થશે ફાયદા

Kishor

Last Updated: 04:54 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કીલ ડેવલપમેન્ટ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને દાહોદ ખાતે પાંચ મેગા આઈટીઆઈનું નિર્માણ કરવામાં આવશે.

  • સ્કીલ ડેવલપમેન્ટ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય
  • અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને દાહોદ ખાતે પાંચ આઈટીઆઈ બનશે
  • શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની જાહેરાત

આજે સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં વાવાઝોડાથી થયેલ નુકસાની મામલે સહાય ઉપરાંત બહુચરાજી મંદિરના નવનિર્માણ સહિત અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સ્કિલ ડેવલોપમેન્ટ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે સરકારની જાહેરાત મુજબ અમદાવાદ, વડોદરા રાજકોટ સહિત પાંચ સ્થળોએ મેગા આઈટીઆઈનું નિર્માણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક: રાજ્યમાં લીલા દુષ્કાળ, રખડતા ઢોર અને લમ્પી  વાયરસ જેવા મહત્વનાં મુદ્દે થશે ચર્ચા | Cabinet meeting of Gujarat  government will ...

મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે...

આ મામલે આજે ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. કે રાજ્યના કૌશલ્યવાન યુવાનોને રોજગારીની વધુને વધુ તકો ઉપલબ્ધ થાય તેવા હેતુથી અનેકવિધ રોજગાર લક્ષી આયામો શરૂ કર્યા છે, જેને વધુ પ્રાધાન્ય આપવાની નેમ સાથે સ્કીલ ડેવલોપમેન્ટ આધારે અમદાવાદની કુબેરનગર સહિત વડોદરા, રાજકોટ, સુરત અને દાહોદ ખાતે એમ ઝોન મુજબ પાંચ મેગા આઈટીઆઈ નિર્માણ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

ઘર આંગણે જ અભ્યાસની સગવડતા

રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં કહ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય છે. ત્યારે ગુજરાતના ઉદ્યોગ ગૃહોની  જરૂરિયાત અને તેમની માંગને ધ્યાને રાખીને રાજ્યની આઈટીઆઈમાં યુવાઓને સમયની માંગ મુજબ કૌશલ્ય વર્ધન તેમજ પ્રશિક્ષિત કરાશે જેથી રાજ્યના યુવાનોને વિવિધ ઉદ્યોગ એકમોમાં વધુને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. સરકારના આ નિર્ણયને લઈને કૌશલ્યવાન યુવાનોને ઘર આંગણે જ અભ્યાસની સગવડતા પૂરી પાડવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ