બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / five financial work deadline before 31 december rule change including itr to mutual fund
Vikram Mehta
Last Updated: 08:45 PM, 23 December 2023
ADVERTISEMENT
31 ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસ બાકી છે. અનેક કામોની ડેડલાઈન પણ પૂરી થવા જઈ રહી છે. જો તમે પણ આ કાર્યો પૂરા કર્યા નથી તો આજે જ પૂર્ણ કરી લો. UPI IDથી લઈને ડીમેટ એકાઉન્ટ સુધીના અનેક કાર્યો પૂરા કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.
ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશન
જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તેમાં નોમિની એડ કરવા માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. ડીમેટ ખાતાધારકો માટે નોમિનેશન માટેની સમયમર્યાદામાં 3 મહિનાનો વધારો કરીને 31 ડિસેમ્બર 2023 કરવામાં આવી હતી. નોમિની એડ કરવામાં ના આવે તો મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. જેથી તમે શેરની ખરીદી અને વેચાણ નહીં કરી શકો.
ADVERTISEMENT
ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ
ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જે ગ્રાહકોએ 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કર્યું નથી, તેઓ લેટ ફી સાથે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ કરી શકે છે. રૂ.5,000 લેટ ફી સાથે ITR ફાઇલ કરવાનું રહેશે. 1 જાન્યુઆરીથી લેટ ITR પર વધુ દંડ વસૂલવામાં આવી શકે છે.
લોકરનું એગ્રીમેન્ટ જમા કરાવવાનું રહેશે
રિઝર્વ બેન્ક અનુસાર, બેન્કમાં લોકર ધરાવતા તમામ ગ્રાહકોએ 31 ડિસેમ્બર સુધીમાં સંશોધિત લોકર એગ્રીમેન્ટ સબમિટ કરવાનું રહેશે. ગ્રાહકોએ બેન્કમાં જઈને અપડેટ કરેલ એગ્રીમેન્ટ સબમિટ કરવાનું રહેશે. નહીંતર તમારે તમારું લોકર ખાલી કરવું પડી શકે છે.
UPIનો ઉપયોગ નહીં થઈ શકે
જો તમે UPIનો ઉપયોગ કરો છો તો 31 ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. NPCI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે યૂઝર છેલ્લા 1 વર્ષથી UPI IDનો ઉપયોગ નથી કરતા તેમનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.
SBI અમૃત કળશ યોજના
SBIની અમૃત કલશ સ્કીમનો લાભ 31 ડિસેમ્બર સુધી જ મળી શકે છે. 31 ડિસેમ્બર પછી આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં. આ FD સ્કીમ 400 દિવસની છે, જેમાં ગ્રાહકોને 7.6 ટકાના દરે વ્યાજ મળશે. આ સ્કીમમાં પ્રિમેચ્યોર અને લોનની સુવિધા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.