બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / first june rules changes epfo income tax ifsc code small savings scheme new itr website bank of baroda canara syndicate bank rules change from today

ફેરફાર / જૂન મહિનાની સવારથી જ બદલાઈ ગયા Bank, Google,ઈન્કમટેક્સ સહિતના આ નિયમ, જાણો શું છે મોટા ફેરફાર

Bhushita

Last Updated: 08:12 AM, 1 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂન મહિનાની સવાર તમારા માટે અનેક ફેરફાર લાવી છે. જેમાં બેંકની ચેક પેમેન્ટ સિસ્ટમ, સ્મોલ સેવિંગ્સ સ્કીમ, ઈન્કમ ટેક્સ, ઈ ફાઈલિંગ, ગેસ સિલિન્ડરના ભાવના ફેરફાર સામેલ છે. જાણો તમને કેવી રીતે અસર કરશે આ મહિનો.

  • નવા મહિનાની સવાર લાવી મોટા ફેરફાર
  • Bank, Google,ઈન્કમટેક્સ સહિતના આ નિયમમાં આવ્યા ફેરફાર
  • કોઈ પણ કામ પ્લાન કરતા પહેલા જાણી લો આ ખાસ નિયમો

બદલાઈ જશે Google સાથે જોડાયેલો આ નિયમ
આજથી એટલે કે 1 જૂનથી ગૂગલ મોટો ફેરફાર લાવી રહ્યું છે. ગૂગલની સેવાઓના આધારે તમારું સ્ટોરેજ સીમિત થશે. ગૂગલ યૂઝર્સને 15 જીબીની સ્પેસ ફ્રીમાં આપશે. આ પછી વધારે સ્પેસ મેળવવા માટે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. આ નિયમમાં તમે Gmail, Google Photos,ગૂગલ ડ્રાઈવમાં તેને 15 જીબી સ્પેસ ફ્રીમાં યૂઝ કરી શકશો.   તમે અનલિમિટેડ ફોટો અપલોડ કરવાથી બચો તે જરૂરી છે. તેમાં ફાઈલ, ઈમેજ, વીડિયો સાથેના મેલ પણ ઈનબોક્સમાં રાખવાના રહેશે.  

 


15 જૂનથી લાગૂ થશે હોલમાર્કિંગના નિયમો
કેન્દ્ર સરકાર 15 જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગના નિયમ લાગૂ કરવા જઈ રહી છે. આ પછી દેશમાં ફક્ત હોલમાર્કિંગની જ્વેલરી વેચી શકાશે. આ વર્ષે તે જાન્યુઆરીમાં લાગૂ થવાનું હતું. પણ કોરોનાના કારણે તેની તારીખ લંબાવીને 1 જૂન કરાઈ અને પછી તેને વધારીને હવે 15 જૂન કરી દેવામાં આવી છે. 

ચેક પેમેન્ટને ફરી વાર કરવાનું રહેશે કન્ફર્મ
બેંક ઓફ બરોડા આજથી પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જેના આધારે 50 હજારથી વધારેના ચેક પેમેન્ટને માટે ફરીથી કન્ફર્મેશન કરવાનું રહેશે. બેંકની તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે 50 હજારથી વધારેના ચેકને માટે બેંકની તરફથી કન્ફર્મેશન કરવામાં આવી શકે છે. ગ્રાહકો નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, બ્રાન્ચ ફોન કરીને કે પછી  8422009988 નંબર પર મેસેજ કરીને કન્ફર્મેશન આપી શકે છે. આ માટે બેનિફિશયરીનું નામ, રકમ, ચેકની તારીખ, ખાતાની સંખ્યા અને ચેક નંબરની જાણકારી શેર કરવાની જરૂરી રહેશે. 

મોંઘી થશે વિમાનની મુસાફરી,  ભાડાની લોઅર લિમિટને 13થી 16 ટકા વધશે
આજથી વિમાનની મુસાફરી મોંઘી થશે.  સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 13થી 16 ટકા વધારવાનો નિર્ણય લીધો છે. આની પહેલા માર્ચમાં સિવિસ મિનિસ્ટ્રીએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો હતો. ફેબ્રુઆરીમાં લોઅર પ્રાઈસ બેન્ડમાં 10 ટકા અને હાયર બેન્ડમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.


રસોઈ ગેસના સિલિન્ડરના ભાવ
આજે એલપીજી એટલે કે રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર આવી શકે છે. તેલ કંપનીઓ રસોઈ ગેસના નવા ભાવ જાહેર કરે છે. અનેક વાર તો મહિનામાં 2 વાર પણ ભાવમાં વધારો કરાય છે. હાલમાં 14.2 કિલોના સિલિન્ડરના ભાવ 809 રૂપિયા છે. જેમાં નવા મહિને વધારો આવી શકે છે. અથવા આ જ ભાવ સ્થિર રહી શકે છે. 

સ્મોલ સેવિંગ્સ સ્કીમના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર
PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્ધ જેવી નાની સેવિંગ્સ સ્કીમના વ્યાજના દરમાં પણ આ મહિને ફેરફાર થવાની શક્યતા છે. સરકારની તરફથી દર 3 મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમના નવા વ્યાજ દર લાગૂ કરાય છે. અનેક વાર એવું બને છે કે જૂના વ્યાજ દર જ રિવાઈઝ કરાય છે. 31 માર્ચે 2020-21ની છેલ્લી 3 મહિનામાં નવા વ્યાજ દર નક્કી કરાય છે. 30 જૂને આ નવા ફેરફાર આવે તે શક્ય છે. 


 
1 જૂનથી એટલે કે આજથી 6 જૂન સુધી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઈટ

1-6 જૂન સુધી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઈટ ઈ ફાઈલિંગનું પોર્ટલ કામ કરશે નહીં.. 7 જૂને તે ટેક્સપેયર્સને માટે નવું પોર્ટલ લોન્ચ કરશે. આઈટીઆર  ભરવાની અધિકૃત વેબસાઈટ 7 જૂન 2021 થી બદલાશે. આ દિવસથી તે http://INCOMETAX.GOV.IN થશે. હાલમાં તે http://incometaxindiaefiling.gov.in છે.

આ બેંક કરશે મોટા ફેરફાર, બદલાશે આઈએફએસસી કોડ
કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને સિન્ડિકેટ  બેંક પોતાના ગ્રાહકોને માટે મોટા ફેરફાર લાવી રહી છે. ચેક પેમેન્ટ સાથે જોડાયેલા નિયમ બદલાવવા જઈ રહ્યા છે. કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને માટે તેમના આઈએફએસસી કોડ પણ 1 જુલાઈથી બદલવાનું નક્કી કર્યું છે. આ માટેની જાણકારી બેંકની વેબસાઈટ પર આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ