બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / First good news for BJP from Saurashtra! Veteran leader registered victory

BIG BREAKING / ભાજપ માટે સૌરાષ્ટ્રથી પહેલી ગુડ ન્યૂઝ! દિગ્ગજ નેતાએ નોંધાવી જીત

Priyakant

Last Updated: 11:16 AM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણ બેઠક એટલે કુંવરજી બાવળીયા અને કુંવરજી બાવળીયા એટલે જસદણ ઓળખાતી આ બેઠક પર ફરી કુંવરજીભાઈ નો વિજય

  • જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત 
  • આ બેઠક પર વર્ષ 1995થી કુંવરજી બાવળિયાનો દબદબો રહ્યો
  • જસદણ બેઠક એટલે કુંવરજી બાવળીયા અને કુંવરજી બાવળીયા એટલે જસદણ 

સૌરાષ્ટ્રની જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થયું હતું. જ્યારે આજે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની હોટ સીટ ગણાતી આ બેઠક પર વર્ષ 1995થી કુંવરજી બાવળિયાનો દબદબો રહ્યો છે વચ્ચે વર્ષ 2009 અને 2012 બાદ કરતા. આ બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં ભાજપે કુંવરજી બાવળીયાને તો કોંગ્રેસે ભોળા ગોહિલને અને આમ આદમી પાર્ટીએ તેજસ ગાજીપરાને રાજકીય મેદાનમાં ઉતાર્યા હતાં. 

જસદણનો રાજકીય ઈતિહાસ

જસદણ બેઠક એટલે કુંવરજી બાવળીયા અને કુંવરજી બાવળીયા એટલે જસદણ ઓળખાતી આ બેઠકનો રાજકીય ઈતિહાસ પણ જબરજસ્ત છે. આ બેઠક પર 1995થી 2017ની વાત કરીએ તો 1995થી 2007  પંજાના નિશાન પર કુંવરજી બાવળીયા જીત્યા હતા તો 2009ની પેટા ચૂંટણીમાં ભાજપે બાજી પલટી અને તેમના ઉમેદવાર ભરત બોઘરા જીત્યા હતા ત્યાર બાદ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં  કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલ વિજય થયા હતા તેમજ 2017માં કોંગ્રેસમાંથી ફરી  કુંવરજી બાવળિયા જીત્યા હતાં. તેમજ 2018માં કોંગ્રેસમાંથી રાજીનામુ ધરીને ભાજપનો ખેસ ધારણ કર્યો અને ફરી 2018ની પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી.  અત્રે ઉલ્લખનીય છે કે, પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળીયા 19 હજાર કરતાં વધારે મતની સરસાઈથી જીત થઈ હતી અને તેમને 90,268 મત મળ્યા હતા.

આ બેઠકના જાતિગત સમીકરણો

આ બેઠક પર લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, ક્ષત્રીય, માલધારી, દલિત દબદબો છે. તેમજ જસદણમાં લગભગ 2 લાખ 28 હજાર મતદારો છે જેમાં પુરૂષ 1 લાખ 8 હજાર જેટલા અને મહિલા મતદાર 1 લાખ 20 છે. આ બેઠક પર 35 ટકા કોળી, 20 ટકા પટેલ તેમજ 10 ટકા દલિત અને 7 ટકા લઘુમતી, 7 ટકા કડવા પટેલ, 8 ટકા ક્ષત્રીય અને બીજા અન્ય મતદારો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ