બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / Filmfare Awards held in Gujarat: Ranbir won Best Actor Alia won Best Actress see list

69th Filmfare Awards / ગુજરાતમાં પ્રથમવાર યોજાયો ફિલ્મફેર એવોર્ડ: રણબીરને બેસ્ટ એક્ટર તો આલિયાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, જુઓ લિસ્ટ

Megha

Last Updated: 08:55 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મફેર એવોર્ડમાં '12મી ફેલ'ને ચાર કેટેગરીમાં તો ફિલ્મ 'એનિમલ'ને ત્રણ એવોર્ડ મળ્યા છે, ચાલો જાણીએ કે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ અને લાઈફ ટાઈમ અચીવમેન્ટનો એવોર્ડ કોને મળ્યો છે.

  • 69મા ફિલ્મફેર એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે.
  • ફિલ્મફેર એવોર્ડમાં '12મી ફેલ'ને ચાર કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. 
  • કોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો એવોર્ડ? જાણો 

69મા ફિલ્મફેર એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. બોક્સ ઓફિસની જેમ રણબીર કપૂરની 'એનિમલ' અને વિધુ વિનોદ ચોપરાની '12મી ફેલ' એ એવોર્ડ સમારોહમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ફિલ્મ '12મી ફેલ'ને ચાર કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. જ્યારે 'એનિમલ' ત્રણ એવોર્ડ જીતી ચૂકી છે. ચાલો જાણીએ કે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ અને લાઈફ ટાઈમ અચીવમેન્ટનો એવોર્ડ કોને મળ્યો છે.

'12મી ફેલ' બેસ્ટ ફિલ્મ બની 
'12મી ફેલ'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મળ્યો છે. આ શ્રેણીમાં 'જવાન', 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની', 'ઓહ માય ગોડ 2' અને 'પઠાણ' જેવી બ્લોકબસ્ટ ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિક્રાંત મેસીની આ ફિલ્મ પહેલાથી જ ચારેબાજુથી ઘણી પ્રશંસા મેળવી ચૂકી છે અને હવે તેના નામમાં વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2024માં ઓસ્કાર માટે પણ મોકલવામાં આવી છે.

કોણ બન્યા બેસ્ટ ડિરેક્ટર?
બેસ્ટ ડિરેક્ટરની શ્રેણીમાં, અમિત રાયને ફિલ્મ 'ઓહ માય ગોડ 2' માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, એટલીને ફિલ્મ 'જવાન' માટેજ્યારે સિદ્ધાર્થ આનંદને 'પઠાણ' માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. કરણ જોહરને ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે અને વિધુ વિનોદ ચોપરાને '12મી ફેલ' માટે નોમિનેશન મળ્યું હતું. જો કે વિધુ વિનોદ ચોપરા આ કેટેગરીમાં જીત મેળવી છે.

રણબીર કપૂર સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યો 
શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ રણબીર કપૂરને 'એનિમલ' માટે મળ્યો છે. તેના ટક્કરમાં શાહરૂખ ખાન, રણવીર સિંહ, સની દેઓલ અને વિકી કૌશલ હતા. શાહરૂખને તેની 2 ફિલ્મો 'ડંકી' અને 'જવાન' માટે નોમિનેશન મળ્યું હતું. આ કેટેગરીમાં વિકીને ફિલ્મ 'સામ બહાદુર' માટે અને રણવીરને 'રોકી ઔર રાની...' માટે નોમિનેશન મળ્યું હતું. બીજી તરફ સનીને 'ગદર 2' માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. 

આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો 
આલિયા ભટ્ટને ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મળ્યો છે. આ કેટેગરીમાં રાની મુખર્જી, ભૂમિ પેડનેકર, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી અને તાપસી પન્નુને નોમિનેશન મળ્યું હતું. 

કોણ બન્યું બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-એક્ટ્રેસ  
બીજી તરફ, વિકી કૌશલને ડંકી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર નો એવોર્ડ મળ્યો હતો, જ્યારે શબાના આઝમીને 'રોકી ઔર રાની...' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

વધુ વાંચો: મુનવ્વર ફારૂકીએ જન્મદિવસ પર જીત્યો ખિતાબ, અભિષેક કુમાર પ્રથમ રનર અપ બન્યો

આ કલાકારોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડ 
આદિત્ય રાવલે 'ફરાઝ' માટે મેલ ડેબ્યુ ફિલ્મફેર એવોર્ડ જીત્યો જ્યારે અલીઝેહ અગ્નિહોત્રીને ફિલ્મ 'ફરે' માટે બેસ્ટ ફિમેલ ડેબ્યૂ એવોર્ડ જીત્યો હતો. 
બીજી તરફ, જાણીતા નિર્દેશક ડેવિડ ધવનને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 
મનોજ બાજપેયીને ફિલ્મ 'ઝોરમ' માટે બેસ્ટ ફિલ્મનો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો છે. 
રાનીને 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો છે. 
વિક્રાંત મેસીએ '12મી ફેલ' માટે બેસ્ટ એક્ટરનો ક્રિટિક એવોર્ડ જીત્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ