બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Munawar Farooqui was crowned the winner on his birthday Abhishek Kumar became the first runner-up

Bigg Boss 17 Winner / મુનવ્વર ફારૂકીએ જન્મદિવસ પર જીત્યો ખિતાબ, અભિષેક કુમાર પ્રથમ રનર અપ બન્યો

Pravin Joshi

Last Updated: 01:06 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ 17ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનવ્વર ફારૂકીએ આ સિઝનનો ખિતાબ જીત્યો હતો. તેના સિવાય અંકિતા લોખંડે, મન્નરા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીને ફાઇનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે બધાને પાછળ છોડીને તેણે આ ટ્રોફી જીતી.

  • બિગ બોસ 17ના વિજેતાની જાહેરાત કરવામાં આવી
  • મુનવ્વર ફારૂકીએ આ સિઝનનો ખિતાબ જીત્યો 
  • સીઝન 15 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થઈ હતી

બિગ બોસ 17ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનવ્વર ફારૂકીએ આ સિઝનનો ખિતાબ જીત્યો હતો. તેના સિવાય અંકિતા લોખંડે, મન્નરા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીને ફાઇનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે બધાને પાછળ છોડીને તેણે આ ટ્રોફી જીતી. અભિષેક આ શોનો ફર્સ્ટ રનર અપ હતો. બિગ બોસના તમામ ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. બિગ બોસ સીઝન 17 ને તેના વિજેતા મળી ગયા છે. મુનવ્વર ફારૂકીએ આ શોની ટ્રોફી જીતી છે. સલમાન ખાનના આ શોની સફર 17 સ્પર્ધકો સાથે શરૂ થઈ હતી. આ દરમિયાન કેટલાક સ્ટાર્સ પણ વાઈલ્ડ કાર્ડ તરીકે શોનો હિસ્સો બન્યા હતા. મુનવ્વર ફારૂકીએ અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો અને હવે મુનવ્વર આ શોનું ટાઇટલ જીતી લીધું છે.

106 દિવસ સુધી ચાલ્યા બાદ આ શોને તેનો વિનર મળ્યો 

બિગ બોસની આ સીઝન 15 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થઈ હતી. 106 દિવસ સુધી ચાલ્યા બાદ આ શોને તેનો વિનર મળ્યો છે. ગ્રાન્ડ ફિનાલે એપિસોડ 28મી જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો. જે બાદ શોમાંથી બહાર થઈ ગયેલા ઘણા સ્પર્ધકો પણ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. ટોચના 5 ફાઇનલિસ્ટ સ્પર્ધકોમાંથી એક પછી એક બાકીના ચાર બહાર થઈ ગયા અને મુનવ્વરે આ સિઝન જીતી લીધી. અરુણ મહાશેટ્ટી આ શોમાંથી બહાર નીકળનારા પહેલા હતા. તે પછી અંકિતા લોખંડે અને પછી મન્નારા ચોપરાનો પણ સફાયો થઈ ગયો. તેને દર્શકો તરફથી સૌથી વધુ વોટ મળ્યા હતા, જે બાદ તેને આ સીઝનનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

બિગ બોસ ટ્રોફી અને પ્રાઈઝ મની

બિગ બોસ જીતવા પર મુનવ્વર ફારૂકીને માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ તેની સાથે તેને 50 લાખ રૂપિયાની રોકડ પ્રાઈઝ મની અને એક કાર પણ આપવામાં આવી. આ ટ્રોફીની સૌથી ખાસ વાત એ છે કે તેને શોની થીમ દિલ, દિમાગ અને દમના આધારે તૈયાર કરવામાં આવી છે. જીત સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો અને દરેક જગ્યાએ ફેમસ થઈ ગયો. તેને ચાહકો તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

વધુ વાંચો : SRKની ફિલ્મ 'જવાન'ને એક્શન તો '12th ફેલ'ને એડિટીંગ માટે મળ્યો એવોર્ડ, જુઓ ફિલ્મફેર એવોર્ડ્સના વિજેતાઓનું લિસ્ટ

બિગ બોસ 17ના 17 સ્પર્ધકો

મુનવ્વર ફારૂકી, અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટી સિવાય આ શોમાં ભાગ લેનારા અન્ય સ્પર્ધકોના નામ છે- વિકી જૈન, ઈશા માલવિયા, જિગ્ના વોરા, નાવેદ સોલે, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, અનુરાગ ડોભાલ, સના રઈસ ખાન, સોનિયા બંસલ, ખાનઝાદી, સની આર્યા, રિંકુ ધવન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ