બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / employees pension scheme eps government preparing to give big benefits to epfo subscribers monthly pension may be rs 9000

ખુશખબર! / વધી જશે પેન્શનની રકમ, EPFO સબસ્ક્રાઈબર્સ માટે મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

Arohi

Last Updated: 11:50 AM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવનાર સમયમાં EPFO સબ્સક્રાઈબર્સને સરકાર મોટો ફાયદો આપવાની તૈયારી કરી રહી છે. ફેબ્રુઆરીમાં શ્રમ મંત્રાલયની બેઠક થવાની છે. આશા કરવામાં આવી રહી છે કે કર્મચારીઓના વેલફેરને લઈને કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.

  • EPFOના ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે છે 
  • મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય 
  • મહિને 9000 થઈ શકે છે પેન્શન 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે છે. તેના માટે સરકારની તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મિનિમમ પેન્શનને વધારી શકાય છે. હવે ન્યૂનતમ માસિક પેન્શન 1 હજાર રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવામાં આવી શકે છે. 

Autonomous Body એટલે કે EPFOએ આ વાત પર નિર્ણય કરવાનો બાકી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં શ્રમ મંત્રાલયની તરફથી મહત્વપૂર્ણ બેઠક થવાની છે. સંસદની સ્ટેન્ડિંગ કમિટીની ભલામણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. 

ફેબ્રુઆરીમાં શ્રમ મંત્રાલયની બેઠક 
ફેબ્રુઆરીમાં થવા જઈ રહેલા શ્રમ મંત્રાલયની બેઠકમાં બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે. તેમાં પહેલા તો ન્યૂ વેજ કોડને લાગુ કરવા પર નિર્ણય થઈ શકે છે. ત્યાર બાદ ન્યૂનતમ પેન્શન પર પણ સહમતિ દર્શાવવામાં આવી રહી છે. આશા કરવામાં આવી રહી છે કે લાંબા સમયથી ચાલી રહેલી કર્મચારી પેન્શન સ્કિમમાં મળતા Minimum pension પર નિર્ણય થઈ શકે છે. 

1,000 રૂપિયાથી વધીને 9,000 રૂપિયા સુધી ન્યૂનતમ પેન્શન 
રિટાયર્ડ કર્મચારી માટે મિનિમમ પેન્શન 1,000 રૂપિયાથી વધવાની માંગ સતત કરવામાં આવી રહી છે. લેબર મિનિસ્ટર ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં આ વાત પર ચર્ચા કરવામાં આવી શકે છે. માર્ચ 2021માં સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ મિનિમમ પેન્શનની રકમને 1000 રૂપિયા વધારીને 3000 રૂપિયા સુધી કરવાની ભલામણ કરી છે. જોકે પેન્શનર્સની ડિમાન્ટ છે કે પેન્શન રાશિ ખૂબ જ ઓછી છે, તેને વધારીને ઓછામાં ઓછા 9,000 રૂપિયા કરવામાં આવે. ત્યારે જ યોગ્ય અર્થમાં EPS-95 પેન્શનર્સને ફાયદો મળશે. 

કર્મચારીઓનો મૌલિક અધિકાર છે પેન્શન 
5 રાજ્યોની હાઈ કોર્ટે પેન્શનને મૌલિક અધિકાર માન્યો છે. તેની સીલિંગને લઈને મામલો સુપ્રીમ કાર્ટોમાં વિચારાધીન છે. સીલિંગ હટાવી લેવામાં આવશે તો તેનો ફાયદો પેન્શનમાં મળશે, જોકે ડિમાન્ડ છે કે કર્મચારીના રિટાયરમેન્ટથી પહેલાની છેલ્લી સેલેરી અનુસાર પેન્શન નક્કી કરવું જોઈએ. શ્રમ મંત્રાલય આ મુદ્દા પર વિચાર કરી શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ