બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 11:39 AM, 22 February 2024
Elon Musk : સોશિયલ મીડિયા સાઇટ X ને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એલન મસ્કના X પ્લેટફોર્મે એક પોસ્ટ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં જણાવાયું છે કે, ભારત સરકારે તાજેતરમાં જ કેટલાક એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને બ્લોક કરવા માટે એક્સ પ્લેટફોર્મને ઓર્ડર આપવામાં આવ્યા હતા. X એ આ આદેશ સ્વીકાર્યો છે અને તે ખાતાઓ પર કાર્યવાહી કરી છે, પરંતુ તેની અસંમતિ પણ નોંધાવી છે.
ADVERTISEMENT
જાણો શું કહ્યું ?
X ની વૈશ્વિક સરકારી બાબતોના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારના આદેશ બાદ કેટલાક એક્સ એકાઉન્ટ બ્લોક અથવા સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તે આ વાત સાથે સહમત નથી. તેમણે કહ્યું કે લોકોને વાણી સ્વતંત્રતા હોવી જોઈએ. જોકે બ્લોક કરાયેલા ખાતાની વિગતો હજુ સામે આવી નથી.
The Indian government has issued executive orders requiring X to act on specific accounts and posts, subject to potential penalties including significant fines and imprisonment.
— Global Government Affairs (@GlobalAffairs) February 21, 2024
In compliance with the orders, we will withhold these accounts and posts in India alone; however,…
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, X નું જૂનું નામ Twitter હતું. ટ્વિટરની નીતિઓ થોડી અલગ છે જેના કારણે ભારત સરકાર અને ટ્વિટર ઘણી વખત સામસામે આવી ચૂક્યા છે. જોકે હવે કંપનીના માલિકો બદલાઈ ગયા છે. હવે આ કંપનીની કમાન એલન મસ્ક પાસે છે.
વૈશ્વિક સરકારી બાબતો દ્વારા કરાઇ પોસ્ટ
વૈશ્વિક સરકારી બાબતો દ્વારા કરાયેલ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક એક્સ એકાઉન્ટ અને પોસ્ટ પર કાર્યવાહી કરવામાં આવશે. આ ખાતાઓ પર દંડ અને જેલની સજાની માહિતી આપવામાં આવી છે. પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, અમે આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને માત્ર ભારતમાં જ બ્લોક કરીશું. જોકે આ ક્રિયા સાથે અસંમત છીએ.
ભારત સરકાર કેમ કરાવે છે એકાઉન્ટ બંધ ?
ભારતમાં કાર્યરત સોશિયલ મીડિયા કંપનીઓએ નિયમો અને માર્ગદર્શિકા અનુસાર કામ કરવું પડશે. જો સરકારને લાગે છે કે કોઈની પોસ્ટ કે એકાઉન્ટને કારણે સામાજિક સમરસતા બગડી શકે છે. તેથી સરકાર તે એકાઉન્ટ અથવા પોસ્ટને બ્લોક અથવા સસ્પેન્ડ કરવાનો આદેશ આપી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.