બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Earthquake of 5.9 magnitude jolts Afghanistan; tremors felt in Delhi

BIG NEWS / 5.9ની તીવ્રતાના ભૂકંપથી દિલ્હી- NCR અને જમ્મુ કાશ્મીર ધણધણી ઉઠ્યું, પાકિસ્તાનમાં પણ અસર

Hiralal

Last Updated: 08:41 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે રાતે આઠ વાગ્યે દિલ્હી, એનસીઆર અને જમ્મુ કાશ્મીરમાં 5.9ની તીવ્રતાના ભૂકંપની ધરતી ધણધણી ઉઠતાં લોકો ગભરાટમાં આવ્યા હતા.

  • રાજધાની દિલ્હી આજુબાજુના વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ 
  • જમ્મુ કાશ્મીરમાં પણ અનુભવાયા આંચકા
  • આંચકા એટલા ઉગ્ર કે પાકિસ્તાનની રાજધાની પણ ધ્રૂજી 

નવા વર્ષની શરુઆત સાથે જ રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારમાં બીજી વાર ભૂકંપ આવ્યો છે. ગુરુવારે રાતે 8 વાગ્યાની આસપાસ 5.9ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી હતી. ભૂકંપ આવતા લોકો ગભરાટના માર્યા ઘર ઓફિસોની બહાર નીકળી ગયા હતા જેને પગલે રસ્તા પર લોકોના ટોળા જોવા મળતા હતા. 

જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા  
દિલ્હી-એનસીઆરની ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ઉઠી છે. ત્યાં પણ લોકોએ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવ્યા છે. આ ભૂકંપની તીવ્રતા 5.9 હોવાનું જાણવા મળ્યું છે. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિન્દુ કુશ પ્રદેશ છે. 

નવા વર્ષના પાંચ દિવસમાં બે વાર આવ્યો ભૂકંપ 
નવા વર્ષમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા દિલ્હી-એનસીઆરના લોકો માટે નવા વર્ષની શરૂઆત ભૂકંપના આંચકા સાથે થઈ હતી. નવા વર્ષની રાત્રે દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જર જિલ્લામાં હતું.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પણ ભૂકંપની અસર
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે નવી દિલ્હી સહિત અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (જીએફઝેડ)ને ટાંકીને રોઇટર્સે અહેવાલ આપ્યો હતો કે, અફઘાનિસ્તાનમાં હિન્દુ કુશ વિસ્તારમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જીએફઝેડે કહ્યું કે ભૂકંપ 189 કિલોમીટરની ઊંડાઈએ હતો.

નવા વર્ષે જ આવ્યો હતો ભૂકંપ

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં નવા વર્ષે જ ભૂકંપ આવ્યો હતો અને હવે બીજી વાર આવતા લોકોમાં ચિંતા વધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ