બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarkadhish cannot be visited, temple closed tomorrow, Collector issued notification

જાણી લો / બિપોરજોય વાવાઝોડું: દ્વારકાધીશના દર્શન નહીં થઈ શકે, આવતીકાલે મંદિર બંધ, કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

Dinesh

Last Updated: 05:16 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાનશ્રી દ્વારકાધીશ મંદિર આવતી કાલે તા. 15 જૂન 2023ને ગુરૂવારના રોજ દર્શાનાર્થીઓ માટે બંધ રહશે. જો કે, મંદિરમાં શ્રીજીની સેવા પુજાનો નિત્ય ક્રમ પરંપરા મુજબ પુજારીશ્રીઓ દ્વારા ચાલુ રહેશે

  • દ્વારકામાં દ્વારકાધીશ મંદિર રહેશે બંધ
  • વાવાઝોડાને પગલે લેવાયો નિર્ણય
  • ભક્તોની સલામતી માટે લેવાયો નિર્ણય


બિપોરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાતના તટીય વિસ્તારો પર તોળાઈ રહ્યો છે ત્યારે વાવાઝોડાની સ્થિતિને પગલે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની સ્થિતિને લઈ જગત મંદિર બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે તમને જણાવી દઈએ કે, જિલ્લા કલેક્ટરે ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશનું જગત મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે તેમજ વાવાઝોડાની સ્થિતિ બાદ ફરી દ્વારકાધીશના દર્શન થઈ શકશે. 

તા. 15 જૂન 2023ને ગુરૂવારના રોજ દર્શાનાર્થીઓ માટે બંધ રહશે
વર્તમાનમાં સૌરાષ્ટ્ર - કચ્છ ઉપર કુદરતી આફત બિપરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર આવતી કાલે તા. 15 જૂન 2023ને ગુરૂવારના રોજ દર્શાનાર્થીઓ માટે બંધ રહશે. જો કે, મંદિરમાં શ્રીજીની સેવા પુજાનો નિત્ય ક્રમ પરંપરા મુજબ પુજારીશ્રીઓ દ્વારા ચાલુ રહેશે. જેની સૌ ભાવિક ભક્તજનોએ નોંધ લેવી તેમજ શ્રીજીના નિત્ય દર્શન માટે સંસ્થાની વેબસાઈટ તથા સંસ્થામા અન્ય અધિકૃત સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન દર્શન નિહાળી શકાશે તેમ મંદિરના વહીવટદારે જણાવ્યું છે.

ખોડલધામ મંદિર પણ બંધ
કાગવડનું ખોડલધામ મંદિર પણ ગઈકાલથી બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બિપરજોય વાવાઝોડાને કારણે 14મી અને 15મી જૂને ખોડલધામ મંદિર બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાને લઇને ટ્રસ્ટે નિર્ણય લીધો છે. બે દિવસ બાદ સરકારની સૂચના મુજબ ચાલુ થશે. 

સોમનાથ મંદિરે દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ
સોમનાથ મંદિરે દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તો સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે દાદાના દર્શન તારીખ 16 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો ઘરબેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી દાદાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી  છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠે પહોંચા માર્ગ, રેલ વ્યવહારને ઠપ્પ કરવામાં આવ્યો છે, જેમાં સોમનાથ આવતી તમામ ટ્રેન, બસ સર્વિસ બંધ કરવામાં આવી છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરે ન આવવા માટે શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે. તો સોમનાથમાં આવેલો સમુદ્રપથ પ્રોમોનેડ (વોક વે) બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય અહીં સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય અગાઉથી જ સોમનાથ પધારેલા યાત્રિકો માટે ટ્રસ્ટ દ્વારા રહેઠાણ અને ભોજન સહિતની સુચારુ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. 

Before going to Somnath Salangpur Dwarka temple pay special attention to this appeal

ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરિયલ પણ પ્રવાસીઓ માટે બંધ
તો વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને રાખી નવસારીમાં આવેલા ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરિયલ પણ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તારીખ 13 જુનથી 16 જુન સુધી આ મેમોરિયલ સંપૂર્ણ બંધ રહેશે તેવી નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. આ સિવાય યાત્રાધામ અંબાજીમાં 4 દિવસ ગબ્બર પરના રોપ-વેની સુવિધા સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં 16 જુન સુધી આ સુવિધા સદંતર બંધ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. તો ભાવનગરમાં ઘોઘા-હજીરા રોરો ફેરી પણ બંધ કરવામાં આવી છે. સરકારની સૂચના બાદ આ સેવા ફરી શરૂ કરવામાં આવશે.બિપોરજોય વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખી તારીખ 16 જુન સુધી નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ