બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka Shivrajpur : One Person got injuired during paraliding activity VIDEO
Vaidehi
Last Updated: 07:12 PM, 24 November 2023
ADVERTISEMENT
દ્વારકાનાં શિવરાજપુર બિચ પર યાત્રીક પેરાગ્લાઈડિંગ કરી રહ્યો હતો. પેરાગ્લાઈડિંગ કરતા સમયે યાત્રીક નીચે પટકાયો જેના લીધે તેને સામાન્ય ઈજા પહોંચી છે. દ્વારકાનાં બિચ પર પેરાગ્લાઈડિંગ અને સ્કૂબા જેવી એક્ટિવિટી ચાલતી હોય છે. જેમાં યાત્રીક પૈસા આપીને મજા માણવા ઊતરતાં હોય છે. પણ આ ઘટના બાદ કદાચ જ કોઈ યાત્રીક પોતાના જીવને જોખમમાં મૂકવાનું વિચારશે. પેરાગ્લાઈડિંગ દરમિયાન જ્યારે યાત્રીક સાથે બનાવ બન્યો ત્યારે અન્ય પર્યટકો બોટ રાઇડ અને પેરેગ્લાઇડિંગની મજા માણતા નજરે પડ્યા હતાં.એટલું જ નહીં કેટલાક યાત્રીકો સ્કુબાનો જોખમી રીતે આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતાં.
ADVERTISEMENT
મંજૂરી વિના ચાલે છે વેપાર
દ્વારકામાં એવા ઘણાં લોકો છે જે બિચ પર પેરાગ્લાઈડિંગ, સ્કૂબા ડાઈવિંગ, બોટ રાઈડિંગ વગેરે જેવી એક્ટિવિટી મંજૂરી વિના કરે છે. સુરક્ષા વ્યવસ્થા વિના જ બોટ રાઈડ્સ,પેરાગ્લાઈડિંગ અને સ્કૂબા ડાઈવિંગ ચલાવાઈ રહ્યું છે. મુસાફરોની સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આવા બનાવો બનતાં રહે છે જેના કારણે પર્યટકોનાં જીવનું જોખમ વધે છે. મંજૂરી વિનાનો આ પ્રકારનો વેપાર શિવરાજપુર, ગોમતી ઘાટ, બેટ દ્વારકા પર ચાલી રહ્યો છે .
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.