બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka ferry boat service people travelling without life jacket

બેદરકારી / શું હજુ કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? હવે દ્વારકાના દરિયામાં લાઈફ જેકેટ વિના લોકો સવારી કરતા દેખાયા

Priyakant

Last Updated: 11:45 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka Boat Latest News: શું ગુજરાત હજી પણ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? દ્વારકામાંથી સામે આવેલા દ્રશ્યો ચોંકાવનારા છે. સેફ્ટી વગર દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચેની ફેરી સર્વિસ હજી પણ ચાલુ છે.

  • કેમ દુર્ઘટનાઓ છતાંય આપણે કંઈ શીખતા નથી?
  • શું આપણને પોતાના જીવની જ કિંમત નથી?
  • દ્વારકાના દ્રશ્યો સર્જી રહ્યાં છે સવાલ

Dwarka Boat : એક તરફ વડોદરામાં થયેલી ઘટનાથી આખું ગુજરાત ગમગીન છે. 17 નિર્દોષ લોકોના નિધનને કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી, ત્યારે બીજી તરફ દ્વારકાથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે સવાલો ઉભા કરી રહ્યા છે. વડોદરાના હરણી તળાવમાં લાઈફ જેકેટ ન પહેર્યું હોવાને કારણે અને બોટ ઓવરલોડ હોવાને કારણે પલટી જવાથી કેટલાય ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. પરંતુ નાગરિકો તરીકે આપણે અને તંત્ર હજી સુધી તેમાંથી કોઈ શીખ નથી લઈ રહ્યું

દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી બોટમાં હજી પણ લોકો લાઈફ જેકેટ વગર મુસાફરી કરી રહ્યા છે. વડોદરામાં તો તોય તળાવ હતું, પરંતુ દ્વારકાથી બેટ દ્વારકા જતા તો દરિયો પાર કરવાનો હોય છે, તેમ છતાંય લોકોને પોતાના જીવની પરવા જ ન હોય, તેમ તેઓ લાઈફ જેકેટ વગર મુસાફરી કરી રહ્યા છે. અહીં સવાલ એ છે કે શું લોકોને પોતાના જીવની પરવા નથી કે પછી તંત્ર હજીય બેજવાબદાર છે? શું બોટ સંચાલકો પાસે પૂરતા લાઈફ જેકેટ નથી? અને નથી તો પછી પૂરતી સુરક્ષાના અભાવે કેમ આ ફેરી સર્વિસ ચાલી રહી છે. ન કરે નારાયણ અને કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ?

ઉલ્લેખનીય છે કે જ્યારે આવી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે તરત જ દ્વારકાની ફેરી બોટના દ્રશ્યો સામે આવતા હોય છે. ક્યારેક ઓવરલોડિંગ તો ક્યારેક પૂરતી સુરક્ષાના અભાવના સવાલો ઉઠે છે. પરંતુ, અંતે તો સ્થિતિ જેની તે જ રહે છે. મુસાફરો મોતની સવારી કરતા રહે છે અને બોટ સંચાલકો કમાણી કરતા રહે છે. લાગી રહ્યું છે કે જાણે આપણે હજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ.

વધુ વાંચો: 'અમને લાઇફજેકેટ આપો, તો કહ્યું આ તો અમારું રોજનું છે', મામલાને દબાવવા ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ હાથ ખંખેર્યા

વડોદરામાં શું બન્યું?
વડોદરાના હરણી તળાવમાં સ્કૂલની પિકનિક પર આવેલા બાળકો ભરેલી બોટ પલટી ગઈ. બાળકોને લાઈફ જેકેટ પહેરાયા ન હોવાને કારણે 17 જેટલા બાળકો અને શિક્ષકોના મોત નીપજ્યા. બોટ ઓવરલોડ હોવાને કારણે પલટી ગઈ હોવાના પણ અહેવાલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ