બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / durg boy dragged 3 km hanging in car window by boys scary video from lclp

દબંગાઇ / કારની વિન્ડોમાં લટકાવી બદમાશોએ યુવકને 3 કિમી સુધી ઘસડ્યો, સામે આવ્યો ખૌફનાક વીડિયો

Dinesh

Last Updated: 09:06 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh video: છત્તીસગઢમાં કેટલાક યુવાનોએ એક યુવકને કારના દરવાજામાં ફસાવીને તેને 3 કિલોમીટર સુધી ખેંચ્યો છે, આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

  • છત્તીસગઢમાં એક યુવકને ત્રણ કિમી ગાડી પર ઘસડ્યો
  • યુવકને કારના દરવાજામાં ફસાવીને તેને 3 કિલોમીટર સુધી ખેંચ્યો
  • યુવકને દિવાલ સાથે ઘસવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો 

છત્તીસગઢમાંથી એક હૃદયને કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં નજીવી બાબતે કેટલાક યુવાનોએ એક યુવકને કારના દરવાજામાં ફસાવીને તેને 3 કિલોમીટર સુધી ખેંચે છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકને કેવી રીતે ખેંચવામાં આવ્યો હતો. મામલો દુર્ગ સિટી કોતવાલી વિસ્તારનો છે. પટેલ ચોકમાં સ્વીફ્ટ કારમાં સવાર શખ્સોએ પહેલા બાઇક સવાર યુવકને ટક્કર મારી હતી. જે પછી જ્યારે યુવક તેમની સાથે વાત કરવા ગયો તો તેણે તેનો હાથ દરવાજામાં ફસાવીને તેને લગભગ ત્રણ કિલોમીટર સુધી ઢસેડ્યો હતો. એટલું જ નહીં, યુવકને દિવાલ સાથે ઘસવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી હાથ ધરી
જે દરમિયાન યુવક દયાની ભીખ માંગતો રહ્યો પરંતુ કોઈને તેના પર દયા ન આવી. કારમાં બેઠેલા છોકરાઓ તેને અમર હાઈટ્સ સોસાયટી રિવર રોડ પર લઈ ગયા હતા. ત્યાંથી બચવાનો રસ્તો ન મળતાં તેઓએ યુવકને રસ્તા પર ફેંકી દીધો અને ભાગી ગયા હતા. જે પછી નજીકના લોકોની મદદથી કારમાં સવાર લોકોને પકડી લેવામાં આવ્યા હતા. આ સંદર્ભે સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે તેમજ ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.

દિલ્હીથી પણ આવી જ ઘટના સામે આવી
દેશની રાજધાની દિલ્હીથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક મિની બસે એક વ્યક્તિને ટક્કર મારી હતી. આ પછી ડ્રાઈવરે બોનેટ પર થોડા અંતર સુધી ઢસેડ્યો હતો. આ ઘટના લાજપત નગર વિસ્તારની છે. પોલીસે જણાવ્યું કે દક્ષિણ દિલ્હીના લાજપત નગર વિસ્તારમાં એક વ્યક્તિને મિની બસે ટક્કર મારી હતી અને તેને થોડે દૂર સુધી ખેંચી ગયો હતો. રવિવારે રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ ચાલતા વાહનના બોનેટ પર જોવા મળે છે. તે પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસને રાત્રે સાડા અગિયાર વાગ્યે આ અંગેની માહિતી મળી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ