બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વિજય રૂપાણીના નિધનને પગલે શોકમાં ગરકાવ રાજકોટ, આજે અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ, શાળાઓમાં રજા

અમદાવાદ પ્લેન ક્રેશ / વિજય રૂપાણીના નિધનને પગલે શોકમાં ગરકાવ રાજકોટ, આજે અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ, શાળાઓમાં રજા

Vishal Dave

Last Updated: 09:05 AM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેમના નિધનને પગલે આજે રાજકોટમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે.આ સાથે શહેરની 650 જેટલી ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલો પણ આજે રજા પાળશે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઇને સમગ્ર ગુજરાત સાથે રાજકોટ શોકમાં ગરકાવ છે.. તેમના નિધનને પગલે આજે રાજકોટમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે. રાજકોટ અને રાજકોટની જનતાના હીત માટે વિજય રૂપાણીએ જે કંઇ કર્યુ છે તેની યાદી ખુબજ લાંબી છે... તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજકોટની જનતાના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા.. હવે તેઓ આ દુનિયામાં નથી પરંતુ રાજકોટની જનતાા દિલમાં વિજય રૂપાણી હમેંશા રહેશે.

650 જેટલી ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલોમાં રજા

તેમના નિધનના શોકમાં આજે અડધો દિવસ રાજકોટ બંધ રાખવા ચેમ્બર્સ ઓફ કોમર્સે અપીલ કરી છે... આ સાથે શહેરની 650 જેટલી ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલો પણ આજે રજા પાળશે.

રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર માટે રાજ્ય સરકારનો ચોક્કસ પ્રોટોકોલ અનુસરવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રીના પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજ (ત્રિરંગો)માં લપેટવામાં આવે છે, જે રાજ્ય સન્માનનું પ્રતીક છે. અંતિમ સંસ્કાર પહેલાં પોલીસ અથવા સૈન્ય દળો દ્વારા બંદૂકની સલામી આપવામાં આવે છે, જે નેતાના યોગદાનને સન્માન આપવાની પરંપરા છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ચાલુ ટ્રેને ચડવા જતા મહિલા ગુમાવ્યો જીવ, કમકમાટી ભર્યા CCTV

કોણ -કોણ ઉપસ્થિત રહેશે ?

અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, રાજકીય નેતાઓ અને અન્ય મહાનુભાવો હાજર રહે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહેવાની સંભાવના છે. સામાન્ય જનતાને શ્રદ્ધાંજલિ આપવાની તક આપવા માટે પાર્થિવ દેહને સાર્વજનિક સ્થળે રાખવામાં આવે છે, જેમ કે ભાજપના મુખ્ય કાર્યાલય (કમલમ) અથવા રાજ્ય સરકારની કોઈ મહત્વની ઇમારત. જિલ્લા વહીવટીતંત્ર અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરે છે, જેમાં ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.

તમામ સરકારી કાર્યક્રમો મુલતવી

રાજ્ય સરકારે શોકના સમયગાળા દરમિયાન તમામ સરકારી કાર્યક્રમો મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. સચિવાલય અને અન્ય સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે.

મહત્વનું છે કે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિજયભાઇના પત્ની અંજલિબેન રૂપાણી અને પરિવારને મળ્યા હતી. દિવંગત વિજય રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, 'વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતું હતા, તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Market close Air India Plane Crash
Vishal Dave
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ