બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to logistics problems being experienced by participants, the Defence Expo 2022 proposed to be held in Gandhinagar

BIG NEWS / ગાંધીનગરમાં 10મી માર્ચથી શરૂ થનાર ડિફેન્સ એક્સપો મોકૂફ રખાયો, જાણો રક્ષા મંત્રાલયે શા માટે લીધો નિર્ણય

ParthB

Last Updated: 03:19 PM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં 10થી 14 માર્ચ સુધી શરૂ થનાર ડિફેન્સ એક્સ્પો  રક્ષા મંત્રાલાય દ્વારા એકા એક રદ્દ કરવાનો નિર્ણય લીધો છે .

  • ગાંધીનગરમાં યોજાનારો ડિફેન્સ એક્સ્પો મોકૂફ રખાયો
  • 10 થી 14 માર્ચ દરમિયાન યોજાનાર હતો ડિફેન્સ એક્સ્પો
  • નવી તારીખ પછી પાછળથી જાહેર કરાશે

હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો યોજાવા જઇ રહ્યું હતું. આ ડિફેન્સ એક્સ્પોને લઇ ગાંધીનગરના રામકથા મેદાનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.જો કે હાલ રક્ષામંત્રાલાય તરફખી એવા અહેવાલો મળી રહ્યાં છે કે, ગાંધીનગર ખાતે યોજાનાર  ડિફેન્સ એક્સપો તાત્કાલિક મુલતવી રખાયો છે.

રક્ષામંત્રાલયના સ્પોક પર્સને ટ્વિટ કરી કારણ જણાવ્યું 

ગુજરાતના આંગણે 10 થી 14 માર્ચ દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાનાર ડિફેન્સ એક્સપો હાલ મુલત્વી રાખવામાં આવ્યો છે. મિનીસ્ટ્રી ઓફ ડિફેન્સના સ્પોક પર્સન ભરતભૂષણ બાબુ દ્વારા હાલ ડિફેન્સ એક્સપો મોકૂફ કરાયાની જાહેરાત કરાઈ છે.તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, ગુજરાતના ગાંધીનગરમાં 10 થી 14 માર્ચ દરમિયાન આયોજિત ડિફેન્સ એક્સપોને હાલ લોજિસ્ટિક સમસ્યાઓને કારણે મોકૂફ કરાયો છે. ટૂંક સમયમાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે. 

આ વખતે ગુજરાત બન્યું ડિફેન્સ એક્સ્પોનું યજમાન 

ઉલ્લેખનીય છે કે,  ગત વખતે લખનૌ ડિફેન્સ એક્સ્પો માટે યજમાન હતું જ્યારે આ વખતે ગુજરાત યજમાન બન્યું છે. આ એક્સ્પોને લઇને મુખ્યમંત્રી સમિક્ષા બેઠક યોજી ચૂક્યા છે. ડિફેન્સ એકસ્પોને પગલે સૈન્યના વડા મુકુન્દ નરવણે પણ ગાંધીનગરની મુલાકાતે આવી ચૂક્યા છે. 2022 ના વર્ષમાં ગુજરાતમાં અનેક મોટા કાર્યક્રમો રદ થયા છે. ગત મહિને કોરોનાની ત્રીજી લહેરને કારણે વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ તથા અમદાવાદનો ફ્લાવર શો રદ કરાયો હતો. ત્યારે હવે ડિફેન્સ એક્સપોનું ભવ્ય આયોજન થવાનુ હતું. પરંતુ તે પહેલા જ યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ