બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Draupadi Murmoo got 10 more votes from Gujarat, MLAs did cross voting

BIG NEWS / રાષ્ટ્રપતિ ચૂંટણી: ગુજરાતમાં મોટાપાયે ક્રોસ વોટિંગ થતા રાજકારણ ગરમ, દ્રોપદી મુર્મૂને રાજ્યમાંથી 10 મત વધુ મળ્યા

Vishnu

Last Updated: 10:54 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના દાવા મુજબ દ્રોપદી મુર્મૂને 64 ટકા મત મળ્યા જ્યારે વિપક્ષ ઉમેદવાર યશવંત સિન્હાને 36 ટકા મત મળ્યા

  • NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મૂને 10 મત વધુ મળ્યા
  • ગુજરાત રાજ્યથી 10 મત વધુ મળ્યા
  • ક્રોસ વોટિંગને લઇ રાજકારણ ગરમાયું

આજે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહ્યું છે, જેમાં દ્રોપદી મુર્મૂ જીતી ચૂક્યા છે. દેશભરમાં ભાજપ અને NDAના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત વિપક્ષના 10 ધારાસભ્યોએ દ્રોપદી મુર્મૂના સમર્થનમાં વોટ કર્યા છે. હાલ તો ક્રોસ વોટિંગને લઇ રાજકારણ ગરમાયું છે.

દેશમાં 17 સાંસદો, 104 ધારાસભ્યોએ કહ્યું ક્રોસ વોટિંગ
બીજેપીએ દાવો હતો  કે આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓછામાં ઓછા 17 સાંસદોએ ક્રોસ વોટિંગ દ્વારા દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે ભાજપને મુર્મુના સમર્થનમાં 523 મતોની અપેક્ષા હતી, પરંતુ મતોની ગણતરી દર્શાવે છે કે  મુર્મુને 540 સાંસદોના મત મળ્યા છે. આ કેસમાં ઓછામાં ઓછા 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે. એ જ રીતે 104 ધારાસભ્યોએ પણ યશવંત સિન્હાને બદલે દ્રૌપદી મુર્મુને પોતાની પહેલી પસંદ માની છે. હવે દ્રોપદી મુર્મૂ આગામી 25 જુલાઇના રોજ રાષ્ટ્રપતિના પદના શપથ લેશે.

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ દ્રોપદી મુર્મૂને 64 ટકા મત મળ્યા, યશવંત સિન્હાને 36 ટકા
રાષ્ટ્રપતિ ચૂંટણીના મતોની ગણતરી કુલ ચાર રાઉન્ડમાં થઇ. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 4754 મત પડ્યા હતા. ગણતરીના સમયે 4701 મત યોગ્ય અને 53 અમાન્ય ગણાયા. કુલ મતોની વેલ્યૂ 528491 હતા. જેમાં દ્રોપદી મુર્મૂને કુલ 2824 મત મળ્યા. તેની વેલ્યૂ 676803 હતી. ત્યારે, યશવંત સિન્હાને I877 મત મળ્યા. જેની વેલ્યૂ 380177 રહ્યા. ત્યારે યશવંત સિન્હાને 36 ટકા મત મળ્યા. મત અને વેલ્યૂ બન્ને રીતે મુર્મૂને સૌથી વધુ મત-વેલ્યૂ સાંસદોને મત અપાવ્યા. ત્યારે કેરળથી તેમને સૌથી ઓછા મત મળ્યા. બીજી તરફ યશવંત સિન્હાને આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમથી મત ન મળ્યા.

પહેલો રેકોર્ડ : 
દ્રૌપદી મુર્મુ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનાર પ્રથમ આદિવાસી મહિલા નેતા બન્યા છે. મુર્મુનો જન્મ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં સંથાલ સમુદાયના ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. દેશમાં આજ સુધી કોઈ આદિવાસી વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની ખુરશી સુધી પહોંચી શક્યા ન હતા. જો કે કેઆર નારાયણન અને રામનાથ કોવિંદના રૂપમાં દેશને 2 દલિત રાષ્ટ્રપતિ મળ્યા છે.

બીજો રેકોર્ડ:
દ્રૌપદી મુર્મુ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા કે જેઓ આઝાદી પછી દેશમાં જન્મ્યા હતા. દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ થયો હતો.  1947માં દેશને આઝાદી મળ્યાના લગભગ 11 વર્ષ બાદ. દેશમાં અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિનો જન્મ 1947 પહેલા થયો હતો. મુર્મુના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ આ પ્રથમ વખત બન્યું કે, દેશમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ખુરશી પર એવા વ્યક્તિ છે જેમનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હોય.

ત્રીજો રેકોર્ડઃ
સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનો ખિતાબ પણ મુર્મુને ગયો છે. દેશમાં સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનો રેકોર્ડ નીલમ સંજીવા રેડ્ડીના નામે છે. જે 1977માં બિનહરીફ રાષ્ટ્રપતિ બન્યા હતા. રેડ્ડીની ઉંમર 64 વર્ષ, 2 મહિના અને 6 દિવસની હતી જ્યારે તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. તે જ સમયે, 20 જૂન 1958ના રોજ જન્મેલા દ્રૌપદી મુર્મુની ઉંમર 25 જુલાઈ 2022ના રોજ પદ સંભાળતી વખતે 64 વર્ષ, 1 મહિનો અને 8 દિવસની છે. 

ચોથો રેકોર્ડઃ
ભારતમાં એક સમયે કાઉન્સિલર રહી ચૂકેલા વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા તેવો આ પ્રથમ પ્રસંગ બન્યો છે. દ્રૌપદી મુર્મુએ 1997માં રાયરંગપુર નગર પંચાયતની કાઉન્સિલર બનીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્રણ વર્ષ પછી 2000માં તે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. તેઓ ઓડિશાની BJD-BJP સરકારમાં બે વખત મંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે.

પાંચમો રેકોર્ડ: 
દ્રૌપદી મુર્મુની જીત સાથે ઓડિશાનું નામ પણ તે રાજ્યોમાં સામેલ થઈ ગયું જેના લોકો દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચ્યા છે. અત્યાર સુધી રાષ્ટ્રપતિની ખુરશી પર બેઠેલા લોકોમાંથી 7 દક્ષિણ ભારતના છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ બિહારના હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ