બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ડૉ વૈશાલી આપઘાત કેસ: હાઈકોર્ટે PI ખાચરની જામીન અરજી ફગાવી, સ્યુસાઈડ નોટનું સત્ય આવ્યું સામે
Last Updated: 08:15 PM, 14 May 2024
અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશીના આપઘાત કેસમાં હવે આરોપી PI બી.કે. ખાચરની મુશ્કેલી વધી શકે છે. આર્થિક નિવારણ શાખાના PI બી.કે.ખાચરને હાઈકોર્ટનો ઝટકો મળ્યો છે. તેની આગોતરા જામીનની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
ADVERTISEMENT

PI ખાચરની મુશ્કેલીમાં વધારો
ADVERTISEMENT
અત્રે જણાવીએ કે, કોર્ટના આદેશ બાદ તપાસનીશ અધિકારી કોર્ટમાં હાજર રહ્યા હતાં. તેમમે તપાસનીશ અધિકારીએ કેરેલી કાર્યવાહીની માહિતી આપી હતી. જમાં જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી અવાર-નવાર સંપર્કમાં આવતા હતા. આત્મહત્યા કેસને લઈ પોલીસની તપાસ હજુ ચાલુ છે. પોલીસે જપ્ત કરેલી સ્યુસાઈડ નોટ સાચી હોવાનો પણ ખુલાસો થયો છે.

ADVERTISEMENT
વૈશાલી જોષીના બહેને ફરિયાદ નોંધાવી હતી
PI ખાચર સામે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૃતક ડૉ.વૈશાલી જોષીના બહેન કિંજલ પંડ્યાએ ફરિયાદ દાખલ કરી હતી. PI ખાચરના ત્રાસથી વૈશાલી જોષીએ આપઘાત કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયેલો છે.
ADVERTISEMENT
15 પાનાની સુસાઈડ નોટ મળી હતી
ADVERTISEMENT
અત્રે જણાવીએ કે, પોલીસને મહિલાના મૃતદેહ પાસેથી 15 પાનાની સુસાઈડ નોટ મળી હતી. જેમાં જણાવ્યું હતું કે, હું જે અંતિમ પગલુ ભરવા જઈ રહી છું, તેની પાછળ PI ખાચર જવાબદાર છે. મારી અંતિમ વિધિ PI ખાચર કરે તેવો પણ સુસાઈડ નોટમાં ઉલ્લેખ હતો. મહિલા અને પોલીસ ઈન્સ્પેક્ટર ખાચર વચ્ચે 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો તેવા ખુલાસા થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.