બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / દિલીપ સંઘાણી Exclusive: સહકારી ક્ષેત્રમાં પ્રદેશ ભાજપને દખલ ન કરવા આડકતરું સૂચન, આપ્યો દાખલો

ગાંધીનગર / દિલીપ સંઘાણી Exclusive: સહકારી ક્ષેત્રમાં પ્રદેશ ભાજપને દખલ ન કરવા આડકતરું સૂચન, આપ્યો દાખલો

Last Updated: 07:34 PM, 14 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dilip Sanghani Statement: IFFCOમાં મેન્ડેટ અંગે દિલીપ સંઘાણીએ વાતચીત કરતા કહ્યું કે, સરકાર ધારે તો કોઈ પણ સંસ્થાને નુકસાન કરી શકે છે. સરકારનું કામ સહકારી સંસ્થાને સંરક્ષણ આપવાનું છે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે હવે ફક્ત પરિણામ જ બાકી છે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપનો આંતરિક વિવાદની કૂંપળો ફૂટી રહી છે. રાજકીય પક્ષમાં આંતરિક કકળાટની જ્યારે ચર્ચા થાય ત્યારે મોટેભાગે ભાજપ સિવાયના પક્ષની ચર્ચા હોય પણ 2024ની લોકસભા ચૂંટણીમાં થોડું જુદું ચિત્ર છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને ભાજપમાં કકળાટ સામે આવી રહ્યા છે. મેન્ડેટની વિરુદ્ધ જઇ IFFCOમાં ડિરેક્ટરની ચૂંટણી જયેશ રાદડિયા જીત્યાં બાદ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે હવે દિલીપ સંઘાણીએ પ્રદેશ ભાજપ સામે મોરચો ખોલ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

દિલીપ સંઘાણીનું નિવેદન

ઈફ્કોની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ રાજકારણ યથાવત્ છે. આ વિવાદમાં સહકારી ક્ષેત્રમાં રાજકીય પક્ષોએ દખલ ન કરવી જોઈએ એવી સલાહ પણ આપવમાં આવી છે, ત્યારે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ વિવિધ મુદ્દે VTVNEWS સાથે વાતચીત કરી છે. જેમાં તેમણે કહ્યું કે,ગ્રામ પંચાયત અને સહકારી સંસ્થા સાથે કામ કરે તો વિકાસ જલ્દી થાય. વધુમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની યોજનાઓનું સરકારી ઢબે અમલીકરણ જરૂરી છે. આટલા માટે જ કૃષિના માધ્યમથી કાર્યકર્તાઓને કામ મળે તેવી મને આશા છે.

શક્તિપ્રદર્શન મુદ્દે સંઘાણીએ શુ કહ્યું ?

વધુમાં IFFCOમાં મેન્ડેટ અંગે દિલીપ સંઘાણીએ વાતચીત કરતા કહ્યું કે, સરકાર ધારે તો કોઈ પણ સંસ્થાને નુકસાન કરી શકે છે. સરકારનું કામ સહકારી સંસ્થાને સંરક્ષણ આપવાનું છે. અત્યાર સુધીના જીવનમાં મને અનેક જવાબદારી મળી છે. જે પૂર્ણ કરવાનું કામ મેં કર્યું છે. આ સાથે જ અમરેલીના જન્મદિવસ અંગે બોલતા સંઘાણીએ કહ્યું કે, અમરેલીમાં કોઈ પ્રકારનું શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું નહોતું. ત્યાં ભાજપ કાર્યાલયે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અનેક લોકો સહભાગી થયા હતા. આ સાથે તેમણે અમરેલી વિવાદ અંગે વાત કરતા કહ્યું કે, મે ટિકિટ માંગી પણ નહોતી અને મને ટિકિટ મળવાની અપેક્ષા પણ નહોતી. અમુક ધારાસભ્યોએ મને ચૂંટણી લડવાનું સૂચન કર્યું હતું. આ ધારાસભ્યોને પણ મેં ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, આ ધારાસભ્યોએ મને ટિકિટનું પૂછવા પર હા પાડવાનું કહ્યું હતું.

વાંચવા જેવું: કમોસમી કમઠાણની આફત હજુ ટળી નથી! આખા ગુજરાતમાં 17મી સુધી કડાકા-ભડાકા ભરી આગાહી

ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો જંપ

જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, IFFCOની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મને ખબર પણ નહતી કે ભાજપે મેન્ડેડ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું. મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી. રાજકોટ જિલ્લા બેન્ક અને સહકારી માળખું ખેડૂત સભાસદો પર ચાલે છે. આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે તેમજ મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે. ખેડૂતોના હિત માટે ચૂંટણી લડી છે. કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. જે સામાજિક સંસ્થાઓ રાજનીતિમાં આવે છે ત્યારે સમાજનું પતન થાય છે. સમાજમાં રાજકારણ કરવાને બદલે રાજનીતિમાં આવી જવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ નાની ઉંમરે ઘણું આપ્યું

સંકળાયેલા મુદ્દાઓ

Dilip Sanghani Statement Co-operative Sector Politics IFFCO Election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ