બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Donating these items on Makar Sankranti pleases Lord Shani

આસ્થા / મકર સંક્રાંતિ પર આ વસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે શનિદેવ, સાડેસાતીમાંથી મળશે મુક્તિ

Arohi

Last Updated: 07:48 AM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંક્રાંતિના દિવસે કાળા તલ, અડદની દાળ, ગોળ, ચોખાનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જે લોકો શનિની સાડાસાતીથી પીડિત હોય તેમણે કાળા તલનું દાન જરૂર કરવું.

  • મકર સંક્રાંતિએ કરો આ વસ્તુઓનું દાન 
  • શનિદેવ થશે પ્રસન્ન 
  • શનિની સાડેસાતીમાંથી મળશે મુક્તિ 

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે આ દિવસે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જો શનિદેવ પોતાના આશીર્વાદ જેના પર વરસાવશે તેનું ભાગ્ય બદલવામાં સમય નથી લાગતો. જે વ્યક્તિની સાડાસાત ચાલી રહી હોય તેણે આ દિવસે ખાસ દાન કરવું જોઈએ. આમ કરવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન થશે. આ દિવસે કરવામાં આવેલ દાન જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.

14 જાન્યુઆરીની રાત્રે મકર રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય 
14મી જાન્યુઆરીની રાત્રે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. એટલા માટે આ તહેવાર બીજા દિવસે સૂર્યોદય સાથે ઉજવવામાં આવશે. આ દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે આ દિવસે ગંગામાં સ્નાન કર્યા પછી નદી કિનારે પૂજારીને દાન આપવું જોઈએ.

આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદેવ થાય છે પ્રસન્ન 
સંક્રાંતિના દિવસે કાળા તલ, અડદની દાળ, ગોળ, ચોખાનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જે લોકો શનિની સાડાસાતીથી પીડિત હોય તેમણે કાળા તલનું દાન જરૂર કરવું. આનાથી શનિદોષ દૂર થાય છે. આ દિવસે તમે તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો.

ગુરુ ગ્રહ સાથે પણ છે ગોળનો સંબંધ
જ્યોતિષશાસ્ત્રમાં ગોળનો સંબંધ ગુરુ ગ્રહ સાથે પણ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વખતે સંક્રાંતિ રવિવારના દિવસે આવી રહી છે અને આમ પણ રવિવારે ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગોળનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુનું સ્થાન મજબૂત બને છે. ગુરુના બળને કારણે જીવનમાં સફળતાના દરવાજા ખુલે છે. વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ